આણંદ સામરખા ચોકડી પાસે આવેલ એક સોસાયટીના મકાનમાં સાપ ગાર્ડનની જાળીમા ફસાઈ ગયો હતો. ત્યારે સાપ ગાર્ડનની જાળીમાથી નિકળવા માટે તરફીયા મારતો હોવાથી રહીશો ભયભીત થઈ ગયા હતા. આથી નેચર હેલ્પ ફાઉન્ડેશન વિધાનગરને જાણ કરાતા ટીમોએ રેસ્કયુ કરી નેટ કાપીને સલામત રીતે પકડી લેવાતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની ગરમીના લીધે આણંદ શહેરમા ઠેર ઠેર સાપ ઘરમાં, પોળોમાં,સીટી બહાર બંગ્લોઝ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.આણંદમાં રોયલ સીટી સોસાયટીના મકાનમા ગાર્ડનની જાળીમા સાપ ફસાઈ ગયો હતો. સાપ ફસાયો હોવાથી નીકળતો નહી હોવાથી રહીશો ગભરાઇ ગયા હતા.
આ અંગેની જાણ વિધાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને કરાતા સંસ્થાના યશ શાહ સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યુ કરી પકડી લેવાયો હતો. આ અંગે યશ શાહે જણાવેલ કે સાપ ઘામણ હતો જેને અંગ્રેજી ભાષામાં રેટ સ્નેક કહેવાય છે. લંબાઈ પાંચ ફુટ જેટલી હતી. ખાસ કરીને ખેતીલાયક જમીનમાં રહે છે. આ સાપનું રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.