• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Request Of The District Election Officer To Make The Voters Vote As Much As Possible During The Voting Awareness Program

"અવસર લોકશાહીનો" કેમ્પેઇન:મતદાન જાગૃતિ કાર્યક્રમ થતી મતદારોને વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે અન્વયે આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા.5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ હતી.

"અવસર લોકશાહીનો" કેમ્પેઇન સંદર્ભે SVEEP અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી યોજાયેલ આ મિટીંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.ગઢવીએ ઉપસ્થિત તમામ સંસ્થા–સંગઠનોના પ્રતિનિધિઓને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લાના મતદારોમાં જાગૃતિ આવે અને વધુને વધુ લોકો મતદાન માટે આગળ આવે તે માટે તેમને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ મતદાન અંગે જાગૃત કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત હાજર રહેલા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓને જિલ્લા ચૂંટણી વિભાગ સહિતના વિભાગો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે કરવામાં આવી રહેલા કાર્યોથી માહિતગાર કર્યા હતા તેમજ મતદાન જાગૃતિના કાર્ય થકી આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં વધુને વધુ મતદાન થાય તે માટેના કાર્યમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી.

આ તબક્કે અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસે ઉપસ્થિત સર્વેને વિધાનસભાની આ ચૂંટણીમાં જિલ્લાના લોકોને કઈ રીતે વધુને વધુ મતદાન અર્થે જાગૃત્ત કરી શકાય ? તે બાબતને પ્રશ્નોત્તરી સાથે સમજાવી તેમની સાથે ચર્ચા – વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. બેઠકમાં ઉપસ્થિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓએ તેઓના બિલ, સ્લીપ તેમજ હેન્ડ બિલ પર મતદાન જાગૃત્તિના લોગો, સ્ટિકર લગાવી મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બનવાની બાહેધરી આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત પટેલ, SVEEP ના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તોલ માપ વિભાગના અધિકારીઓ, આણંદ જિલ્લાના કેમીસ્ટ એસોશીએશન, ગેસ એજન્સી, ડી-માર્ટ, રીલાયન્સ ફ્રેશ, સ્વીટમાર્ટ એસોશીએશન, હોટલ એસોશીએશન, ચરોતર ગેસ, એમ.જી.વી.સી.એલ., તેમજ પેટ્રોલ પમ્પ સહિતના એસોશીએશનના પ્રમુખ,મહામંત્રી, અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...