કાર્યક્રમ:કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમનો યોજાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓરેન્જ કાઉન્ટીમાં રહેતા ભારતીયોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

અમેરિકામાં દર વર્ષે ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમ યોજાતો હોય છે. ત્યારે કેલિફોર્નિયા રાજ્યના ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેલિફોર્નિયાના ગર્વનરપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર લેરી ઍલ્ડર, એનએલએફના પૂર્વ સુપરસ્ટાર તથા અમેરિકાના કોંગ્રેસમેન બર્નિસ ઓવેનસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓરેન્જ કાઉન્ટીની કાઉન્સિલ કીમ યોંગ, ટીમ શોક, શેરીફ ડોન બર્નીસ પણ હાજર રહ્યા હતા.

ભારતીય મૂળના અનેક લોકો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ભારતીય મૂળના અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા. જેમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહને પણ વિશેષ આમંત્રિત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયામાં ગર્વનરપદની ચૂંટણી ચાલી રહી છે. જેમાં લેરી એલ્ડર રીપબ્લિકન પક્ષના ઉમેદવાર છે. 69 વર્ષના લેરીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી બીએ તથા મિશિગન યુનિ. માંથી જેડીની ડીગ્રી મેળવી છે. લેરી એલ્ડર અમેરિકાના જાણીતા રેડિયો હોસ્ટ, એટર્ની અને લેખક તરેકી નામના ધરાવે છે. રૂઢીવાદી અને જમણેરી વિચારધારા ધરાવતા લેરી પૂર્વે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂસ્ત સમર્થક રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...