ભાસ્કર ઈમ્પેક્ટ:NRIની કનડગત બાબતે સરકારમાં રજુઆત ,ગૃહ વિભાગ એક્શનમાં

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મિતેષ પટેલે ગૃહમંત્રીને રજુઆત કરતા એનઆરઆઈની હેરાનગતિ ના થાય તે માટે તકેદારી રાખવા ગૃહવિભાગને મંત્રીની સુચના અપાઇ

વિશ્વભરમાં વસેલા ચરોતરવાસીઓ જ્યારે માદરે વતન આવે ત્યારે એરપોર્ટ પર પડતી અગવડ અને ત્યાર બાદ રસ્તામાં ચેકિંગના નામે પોલીસ દ્વારા કરાતી કનડગત બાબતે ચરોતર ભાસ્કરમાં અહેવાલ પ્રગટ થતાં સ્થાનિક સાંસદ મિતેશભાઈ પટેલે સરકારમાં તત્કાળ રજુઆત કરી હતી જેનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો અને ગૃહ વિભાગ ઘ્વારા પોલીસ કનડગત બાબતે ત્વરિત સૂચના આપવામાં આવી હતી. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીએ પણ આ બાબતે સરકારમાં રજુઆત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 4 નવેમ્બરના રોજ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ચરોતરના મહિલા એનઆરઆઈ સહિત ચાર ફ્લાઈટના પેસેન્જરને અમદાવાદ એરપોર્ટ પર લગેજ માટે 4 કલાક રાહ જોવી પડી હતી. એટલું જ નહીં પણ તેઓ એરપોર્ટથી બહાર આવ્યા કે રસ્તામાં પોલીસે અટકાવી ચેકીંગના નામે બિનજરૂરી હેરાનગતિ કરી હતી. છાસવાઈ આવા બનાવ બનતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

બિનનિવાસી ચરોતરવાસીઓ હજારો માઈલનો હવાઈ પ્રવાસ કરી હેમખેમ અમદાવાદ એરપોર્ટ ઉતરે છે પરંતુ ત્યાર પછી તેમની ભારે હેરાનગતિ થતી રહી છે. ચરોતરના એક મહિલા પ્રવાસીએ જણાવ્યું છેકે છેક અમેરિકા થી અમદાવાદ સુધીનો સફર આરામથી પૂરો થઈ ગયો. પરંતુ એરપોર્ટ છોડ્યા બાદ રસ્તામાં પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.

આંકલાવના NRI પાસે દારૂ પરમીટ હોવા છતાં 200 ડોલર પડાવ્યા હતા
આંકલાવ તાલુકાના એનઆરઆઇ શંકરભાઇ પટેલે થોડા સમય પહેલા અમેરિકાથી આવ્યા હતા ત્યારે તેઓ પરમીટ સાથે બે બોટલ લાવ્યા હતા. એરપોર્ટ પરથી કહેવામાં આવ્યું હતું. તેમ છતાં એરપોર્ટની બહાર નીકળતા જ ખાખી વર્દીધારીઓએ અટકાવ્યા હતા. સૌ પ્રથમ પાસપોર્ટ લઇ લીધો હતો. ત્યારબાદ પરમીટવાળી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી તેઓેએ કહ્યું કે મારી પાસે પરમીટ છે. તેમ છતાં માન્યા ન હતા. જો તમારા પર કેસ થશે તો કોર્ટ 2200 ડોલર દંડ વસુલશે તેવી બીક બતાવીને 600 ડોલર માગ્યા હતા. રકઝક બાદ 200 ડોલરમાં મામલો પત્યો હતો. > શંકરભાઇ પટેલ, એનઆરઆઇ, આંકલાવ

ગત વર્ષે પણ એનઆરઆઇ હેરાન થયા હતા
ગત વર્ષે પણ એનઆરઆઇ એરપોટની બહાર દિવાળી ટાણે હેરાન થયા હતા. બોરસદ તાલુકાના એક મહિલા પરિવારને પોલીસે ચેકીંગના બહાને અટકાવીને ત્રણથી ચાર કલાક હેરાન કરતા ફરિયાદ ઉઠી હતી તે સમયે પણ નેતાઓએ રજૂઆત કરી હતી.

હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરીશ
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તરીકે હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે જાણ કરીશ. એટલું જ નહી મુખ્યમંત્રીને પણ આ મામલે જાણ કરી એન.આર.આઇને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે પગલા લેવામાં આવશે.> પંકજ દેસાઈ,મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા

ગૃહમંત્રી હર્ષ સંધવીને રજૂઆત કરી છે.
મેં ગૃહમંત્રી હર્ષ સંધવીનો સંપર્ક કરીને એનઆરઆઇને એરપોર્ટ પર અને બહાર પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તેઓએ તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. હવે પછી એનઆરઆઇને એરપોર્ટ કે બહાર કોઇ જગ્યાએ પોલીસ હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. > મિતેષ પટેલ, સાંસદ આણંદ

હું અત્યારે જ ગૃહમંત્રીને જાણ કરૂ છું
મહેમદાવાદના ધારાસભ્ય અને ગ્રામ ગ્રૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આ બાબતને ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે હું હમણા જ આ બાબતે ગ્રૃહ વિભાગ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું ધ્યાન દોરું છું.

અન્ય સમાચારો પણ છે...