લોકોને મુશ્કેલી:રાસ અમીયાદ માર્ગ પર ફાટક ખુલ્લો રાખવા સાંસદને રજૂઆત

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠાણા વાસદ રેલવે લાઇન પર ફાટક વારંવાર બંધ રહેતા લોકોને મુશ્કેલી

બોરસદ તાલુકાના કઠાણા રેલવે લાઇન પર છેલ્લા ઘણા સમયથી ટ્રેન બંધ છે. આ લાઇન પર રાસ અમીયાદ માર્ગનો ફાટક વારંવાર બંધ કરી દેવામાં આવે છે.જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હેરાન ગતિ વેઠવી પડે છે. બોરસદ તાલુકાના કઠાણા રેલવે લાઇન પર અગાઉ વડોદરા થી ટ્રેન ચાલુ હતી.તે સમયે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લેતા હતા જોકે આ ટ્રેન કોરોના મહામારી બાદ બંધ કરી દેવામાં આવી છે.જેના કારણે લોકોને નોકરી ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ લાઇન પર અગાઉ રેલ્વે વિભાગે ફાટક નંબર 42 અને 44 બંધ કરી દીધા છે જેના કારણે ખેડૂતોને પારાવાર હાલાકી વેઠવી પડે છે.

હવે ફાટક નંબર 43 બંધ કરવાનું આયોજન થઈ રહ્યું છે જે યોગ્ય નથી.રાસ અમીયાદ માર્ગ થોડા સમય પહેલાં સાંસદ સભ્યની ભલામણથી પાકો બન્યો છે. રાસ ખાતે આરોગ્ય લક્ષી સેવા અને અભ્યાસ માટે અમીયાદ, દિવેલ તેમજ આસપાસના સીમ વિસ્તારમાં રહેતા લોકો માટે આ માર્ગ ખૂબ મહત્વનો છે. આ ફાટક બંધ ના થાય અને લોકો ને મુશ્કેલી માં મુકાવું ના પડે તે હેતુથી જિલ્લા તાલુકાના સભ્યો,બંને ગામના સરપંચો,અગ્રણીઓ સાથે મળીને સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ ને લેખીત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...