તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાર્યકારી રજિસ્ટ્રાર તુષાર મજમુદારની વિવાદિત વરણીને લઈ રજૂઆત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટાર તુષાર મજમુદાર ગત વર્ષે નિવૃત થયા હતા. જોકે, તેઓ નિવૃત થયા એ પછી તેમને સ્પેશ્યલ ડ્યુટી ઓફિસર તરીકે નિમણુંક અપાઈ છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ભ્રષ્ટાચારને છુપાવવા માટે ખાસ તબક્કામાં યુનિવર્સિટીમાં હોદૃો ઊભો કરાયો છે. તેમની વરણી સિન્ડીકેટમાં લાવવામાં આવી નથી કે પછી સરકારમાં પણ રજૂઆત કરાઈ નથી. હવે તેમના પગારનો ખર્ચ ક્યાં પડે છે તે બાબત પણ તપાસનો વિષય છે. ત્યારે બીજી તરફ સિન્ડીકેટ સભ્યોએ આ મામલે તાજેતરમાં સરકારમાં લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

તમામ રિપોર્ટ એકસાથે મૂકવામાં આવશે
હાલમાં રૂપિયા 29 કરોડના હિસાબના ગોટાળામાં કમીટી દ્વારા દરરોજ જવાબદારોની પૂછપરછ અને તપાસ કરવામાં આવે છે. વર્ષ 2010થી હિસાબોની તપાસ કરવામાં આવે છે. એટલે આ રિપોર્ટ ઉપરાંત બાયો સાયન્સની આગના રિપોર્ટ સહિત તમામ રિપોર્ટ એકસાથે મૂકવામાં આવશે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...