તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:આણંદના વેપારીઓની સાંસદને રજૂઆત: અમને દુકાન ખોલવાદો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મિતેષ પટેલને આવેદન આપી લોકડાઉનનો વિરોધ કર્યો

કોરોનાના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ આંશિક લોકડાઉનનો આણંદ શહેરના વિવિધ એસોસિયેશન દ્વારા વિરોધ કર્યોહતો. ત્યારે શહેરમાં કાપડ, રેડીમેડ ગારમેન્ટ, મોબાઈલ સ્ટોર ખુલ્લા રાખવા માટે સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તેવી વેપારીઓએ આણંદ સાંસદ મિતેષભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરાઈ હતી.

આણંદ વિધાનગર ગારમેન્ટ એન્ડ ટેક્સટાઈલ એસો.અને સુપર માર્કેટ એસો.સહિત મોબાઈલ દુકાનોના વેપારીઓમાં વિપુલભાઈ શાહ, મનીષભાઈ, ઈન્ટુકભાઈ, કિશોરભાઈએ જણાવેલ કે રાજય સરકારે આંશિક લોકડાઉંન જાહેર કર્યુ હોવા છતાંય કોરોના સંક઼મણ અટકી શકે તેમ લાગતું નથી.બીજી તરફ હાલમાં રેડીમેડ ગારમેન્ટ, જવેલરી સ્ટોર, મોબાઈલ સ્ટોર સિવાયના તમામ વ્યાપાર ઉધોગ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં ગ઼ાહકો ઉમટી પડતા હોય છે.જો કે આણંદમાં દૂકાનો બંધ છે અને વિદ્યાનગર ચાલુ છે બન્ને વચ્ચે નું અંતર ફક્ત 500 મીટર નું છે. આથી આવા આંશિક લોકડાઉંન ની પેટર્ન તદ્દન ખોટી છે.

આમ આણંદ જિલ્લો સદંતર બંદ કરી ને સંપૂર્ણ લોકડાઉંન થી કોરોના પર કંટ્રોલ લાવી શકાય તેમ છે.બીજી તરફ બેકરી, મીઠાઈ, ફરસાણની દુકાનો ખુલ્લી હોવાથી આણંદ વિધાનગરમાં નાના મોટા 200 ઉપરાંત વેપારીઓ, દુકાનદારોને સરકારની ગાઈડ લાઈન મુજબ દુકાનો ખોલવા માટે છુટછાટ આપવા માટે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરી આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...