આણંદ કલેકટર કચેરીમાં અરજદારોને પીવાનું પાણી મળે રહે તે માટે 8 વોટર કુલર મુકવામાં આવ્યા હતંા. ત્યારે તંત્રની જાળવણીના અભાવે મોટાભાગના વોટરકુલર ભંગારમાં ફેરવાઇ જતાં કચેરીના કર્મચારી અને અરજદારોને બહારથી વેચાતું પાણી લઇને તરસ છીપાવવાનો વખત આવતો હતો. જે અંગે આણંદ ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં જ સફાળું તંત્ર જાગ્યંુ હતું. તાત્કાલિક અરજદારોને પીવના પાણીની મુશ્કેલીઓ ના વેઠવી પડે તે માટે 5 નવા વોટર કુલર અને ત્રણવોટર કુલરની મરામતની કામગીરી હાથધરવામાં આવી છે.
આણંદ જિલ્લા પીડબલ્યુપી વિભાગના ઇજનેર જીતુભાઇ ભરાડિયાએ જણાવ્યું હતું કે, નવા સેવાસદનમાં બગડી ગયેલા 5 વોટરકુલર બદલીને નવા વોટરકુલર મુકવામાં આવશે. તેમજ 3 કુલરનુ સમારકામ થાય તેમ હોય તેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે અગાસીમાં આવેલી પાણીની ટાંકીની સફાઇ કરીને કલોરીનેશન કરવામાં આવ્યું હતું. તેમજ પાણીની પાઇપ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું છે. આણંદ કલેકટર કચેરીમાં છેલ્લા ઘણાં સમયથી અરજદારોને પીવાનું પાણી મેળવવા માટે બહાર જવું પડતું હતું. મંગળવારે નવા સેવાસદનમાં નવા વોટરકુલર મુકાતા હવે અરજદારોને ઠંડુ અને સ્વચ્છ પાણી મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.