પ્રચારકોના ધાડેધાડા ઉતરી પડ્યા, જેના આક્રમક પ્રચારમાં મતદારો તણાયા, જયારે અંડર કરંટ, ડોર ટુ ડોર પ્રચાર મતદારો અને ટેકેદારોનો સપોર્ટના આશરે બેઠેલી કોંગ્રેસ ઉઘંતી ઝડપાઇ, ભાજપ અને કોંગ્રેસે મોટાભાગની બેઠકો પર ઉમેદવાર રિપિટ કરવાની થીયરી અપનાવી હતી. જેનો ભાજપને ચોક્કસ ફાયદો થયો પરંતુ કોંગ્રેસનું કાસળ નીકળી ગયુ.
વિગતવાર જોઇએ તો જે 6 બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. જયારે નવી મેળવેલી ખંભાતમાં ભાજપના ઉમેદવાર મયુર રાવલ સામેની વ્યક્તિગત નારાજગી કોંગ્રેસને ફળી અને વધુ એક બેઠક મળી ગઇ. ભાજપે ચૂંટણી પહેલાથી માહોલ ઉભો કરવાનો પ્રયાસ શરૂ કરી દીધા હતા. પેટલાદમાં છ ટર્મથી જીતતા નિરંજન પટેલની ટિકિટ કાપતા કોંગ્રેસ જ કપાઇ ગઇ.
આણંદ અને સોજિત્રામાં બંને ક્ષત્રિય ઉમેદવારોને પાટીદાર ફેકટર નડી ગયુ, બોરસદમાં હાઇ પ્રોફાઇલ ઉમેદવાર રાજેન્દ્ર સિંહ પરમાર સામે પ્રજાએ પરિતર્વનને મત આપ્યો. ઠાસરામાં સિટિંગ ધારાસભ્ય કાંતી પરમારને સહકારી માળખુ નડી ગયુ. મહુધામાં કોંગ્રેસે ઉમેદવાર રિપિટ કર્યા હતા. જો કે લોકોએ પરિવારવાદને જાકારો આપ્યો છે. કપડવંજમાં ઘરના ભેદી રાજેશ ઝાલાએ જ કાળુસિંહને માત આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.