તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:આણંદ જિલ્લામાં 1810માંથી 108 મતદાન મથકોનું સ્થળાંતર

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યોની બેઠકમાં પણ વાંધા-સૂચનો ન આવ્યાં

રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે ચુંટણી વિભાગે મતદાન મથકોની યાદી તૈયાર કરી તેમાં ચકાસણી કરી સર્વે હાથ ધર્યો હતો. ટીમોએ 108 મતદાન મથકો વિવિધ કારણોસર સ્થળાંતર કરવાનો રિપોર્ટ તૈયાર કરાયા બાદ કલેકટર કચેરી મિટિંગ યોજાઈ હતી. સભામાં જીલ્લાના ધારાસભ્યો દ્વારા કોઇ વાંધા-સુચનો રજુ નહીં કરાતા આખરે મતદાન મથક ફેરફાર સંદર્ભે રીપોર્ટ તૈયાર કરી આગામી 9મી સપ્ટેમ્બરે ચુંટણી આયોગને મોકલવામાં આવશે તેમ ચુંટણી વિભાગે જણાવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં વર્તમાન વિધાનસભાની મુદત આગામી વર્ષના અંતમાં પુરી થાય છે. ત્યારે આણંદ જિલ્લામાં સાત વિધાનસભા હસ્તક આવેલા 1810 જેટલા મતદાન મથકોની ચુંટણી વિભાગ સહિત પ્રાન્ત અધિકારીની ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. ખંભાત , બોરસદ, આંકલાવ, આણંદ, ખંભાત, પેટલાદ સહિત સમગ્ર જિલ્લામાં નુકસાન પામેલા કે ઇમારતો યોગ્ય નહીં હોવાના કારણો સહિત વિવિધ કારણોસર 108 જેટલા મતદાન મથકો સ્થળાંતરિત કરવાની ભલામણ કરાઇ હતી. ધારાસભ્યોની મીટીંગમાં પણ આ બાબતે કોઇ વાંધાસુચન રજૂ નહીં કારાતા હવે ચૂંટણી વિભાગ દ્વારા તેનો રિપોર્ટ તૈયાર કરી પંચને મોકલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...