કાળીચૌદશની ઉજવણી:લાંભવેલ હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, કાળીચૌદસે વિશેષ કાર્યક્રમ યોજાશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળી તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આણંદ નજીક આવેલ લાંભવેલ હનુમાન મંદિર ખાતે દિવાળી તહેવાર નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. ત્યારે સરકારની ગાઈડ મુજબ ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે તા 13 નાં રોજ દિવાળી-ધનતેરસ હોઈ સવારે 6 કલાકે પ્રાતઃ આરતી, સાંજે 7 સાંય આરતી, તા.14નાં રોજ કાળી ચૌદસનાં દિને સવારે 3 કલાકે પ્રાતઃ આરતી, તા.15નાં રોજ દિવાળીનાં દિવસે રાત્રે 9 કલાકે દર્શન બંધ કરાશે.તા16નાં રોજ બેસતુ વર્ષનાં દિને બપોરે 2 થી 3 ગોવર્ધન પૂજા, બપોરે 4 કલાકે અન્નકૂટ આરતી, સાંજે 7 કલાકે સાયં એરતી, રાત્રે 11 કલાકે દર્શન બંધ કરાશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ રાખવા સતત સુચનાઓ પણ આપાશે. જો કે લાંભવેલ હનુમાન મંદિર ટેમ્પલ કમીટી દ્વારા દિવાળી પર્વે ઉજવવામાં આવનાર વિવિધ કાર્યક્રમની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...