ખેડૂતોની ચિંતા વધારી:ચરોતરમાં 5 કિમીની ઝડપે પવન ફુંકાતા ગરમીમાં રાહત

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી
  • ત્રણ દિવસબાદ વાદળ હટતાં ગરમી વધશે

ચરોતરમાં રવિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી વટાવ્યું હોવા છતાં વહેલી સવારથી 5 કિમી ઝડપે પવન ફુંકાતા દિવસ ગરમીમાં રાહત રહી હતી. સવારે હળવા વાદળોછવાય જતાં ખેડૂતો ચિંતા વધી ગઇ હતી.બપોરબાદ વાદળો હટી ગયા હતા. જયારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય માવઠું થવાની સંભાવના વ્યકત કરી છે.

ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ વર્ષથી હોળીપર્વની આસપાસ માવઠું થતાં પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે. ત્યારે આ વખતે હોળી પહેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની સંભાવના છે. રવિવારે આણંદ કૃષિ હવામાન વિભાગના નોંધાયેલ તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 37.02 જયારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી પહોંચ્યું છે.

જયારે ભેજનું પ્રમાણ 59 ટકા નોંધાયું છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ રહેશે. વાદળો હટતાં જ ગરમીનો પારો 2 ડિગ્રી વધવાની સંભાવના છે. જેથી મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચતા અસહ્ય ગરમીનો અહેસાસ વર્તાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...