હવામાન:ચરોતરમાં સતત ત્રીજા દિવસે વાદળોના પગલે ઠંડીમાં રાહત

આણંદ,નડીઆદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારથી વાદળો હટતાં જ ઠંડીનો ચમકારો વધશે

ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ખેડા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો હતો. પરંતુ બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. શુક્રવાર કરતાં એક ડિગ્રીનો વધારો થતાં 22.02 પહોંચ્યું છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સોમવારથી વાદળો હટી જતાં પુનઃ ઠંડીનો દોર શરૂ થશે. જેથી ખેડૂતોેએ શિયાળુ પાકની વાવણી માટે તૈયારીઓ શરૂ કરી છે.

ચરોત્તરમાં લઘુતમ તાપમાન 22.02 અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાઇ છે. તેમજ ભેજના 78 ટકા નોંધાયો છે. જયારે 6.04 કિમી ઝપડે પવન ફુંકાતા સામાન્ય ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો હતો. ચરોતરમાં ત્રણ દિવસ વાદળ ઘેરાવો જોવા મળ્યો હતો.પરંતુ માવઠું ન થતાં ખેડૂતો રાહતનો શ્વાસ લીધો છે.

ગત વર્ષે 21મી નવેમ્બરે તાપમાનનો પારો 14 ડીગ્રીએ અટક્યો હતું પરંતું હાલમાં વાદળછાયા વાતાવરણાના પગલે 6 થી 7 ડીગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. આગામી 24મી નવેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો પણ સામાન્ય કરતા વધુ તાપમાન 16 ડીગ્રીની આસપાસ રહેશે. પવનની ઝડપ પણ 10 કિમીની આસપાસ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...