તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:આણંદ ટી-સ્કવેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધને નવજીવન

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દવા સાથે મેડિટેશન થતાં વૃદ્ધને જીવનની જીવીશા જાગી

આણંદ શહેરની અતિઆધુનિક એવી ટી – સ્કવેર હોસ્પિટલમાં ગયા મહિને દાખલ થયેલા કોરોનાગ્રસ્ત 71 વર્ષિય વૃદ્ધની સઘન સારવારના પગલે 28 દિવસ બાદ નવજીવન બક્ષ્યું હતું. બહુ ઓછા કેસમાં મળતી સફળતા પાછળ હોસ્પિટલના ડોક્ટર ટીમ દ્વારા દવા ઉપરાંત મેડિટેશન કરાયું હતું. હાલ વૃદ્ધને આનંદીત થઇ તેમના ઘરે સ્વસ્થ જીવન જીવવા રજા આપી છે.

આણંદની ટી-સ્કવેર હોસ્પિટલના ડો. જૈમીનભાઈ માનસુરિયાએ જણાવ્યું હતું કે, વિરપુરમાં રહેતા રણછોડભાઈ પટેલને કોરોના પોઝીટીવ હતો અને તેઓને ખૂબ જ ગંભીર હાલતમાં 18મી એપ્રિલના રોજ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. ટી – સ્કવેર હોસ્પિટલના અનુભવ અંગે રણછોડભાઈના જમાઇ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રણછોડભાઈને 17મી એપ્રિલે તાવ આવતા લુણાવાડા લઇ રિપોર્ટ કર્યાં હતાં. જ્યાં સારવારની જરૂર પડી હતી. જોકે, ઓક્સીજનની સગવડ ન હોવાથી બાલાસિનોર લાવ્યાં હતાં. પરંતુ ત્યાં પણ સાધનો હોવાથી તેમને ટી – સ્કવેર હોસ્પિટલમાં લાવ્યાં હતાં. અહીં મળેલી સારવારના પગલે સ્વસ્થ થતાં હું હોસ્પિટલનો આજીવન આભારી રહીશ.

અન્ય સમાચારો પણ છે...