અરજી નામંજૂર:સામરખા લૂંટ પ્રકરણમાં ચારના જામીન ફગાવ્યા

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રક ચાલકને માર મારી14 લાખની લૂંટ કરી હતી

સામરખા એક્સપ્રેસ વે લૂંટ પ્રકરણમાં પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. દરમિયાન, તેઓએ આણંદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી મૂકી જે ફગાવી દીધી હતી. આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. કે. રાઠાડે જણાવ્યું હતું કે, અગાઉ ડભોઈના રાજદીપ ઠાકોરને ઝડપી પાડ્યા બાદ દિનેશ બાબુ કહાર, જયંત પરતરામ કહાર અને વિજેન્દ્ર અશોક પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે.

તેમની ઈનોવા અને તવેરા બંને કાર પણ ગુનામાં વપરાઈ હોઈ કબજે લેવામાં આવી છે. હજુ ચાર આરોપી વોન્ટેડ છે. જોકે, આમ છતાં પણ ચારેય ઈસમોએ આણંદ જિલ્લા કોર્ટમાં જામીન પર મુક્ત થવા જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે ખાસ ટાંક્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ લૂંટ છે તથા હજુ અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...