તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:આણંદમાં 15 હજારની લાંચ લેતા ઝડપાયેલા ઈજનેરના રેગ્યુલર જામીન નામંજૂર કરાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે જ એસીબી ને જાણ કરતા છટકું ગોઠવાયું હતું

આણંદના માર્ગ અને મકાન પંચાયતના પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.15 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયાં હતાં. તેઓએ કોન્ટ્રાક્ટરની ફાઇલ એપ્રુવલ કરાવવા માટે લાંચ માંગી હતી. આ કેસમાં તેઓએ જામીન માંગ્યા હતાં. જે રિજેક્ટ કરવામાં આવ્યાં છે.

આણંદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર જગદીશચંદ્ર ખાપાભાઈ પટેલે એક કોન્ટ્રાક્ટર પાસે રૂ.15 હજારની લાંચ માંગી હતી. 14મા નાણા પંચ અંતર્ગત 2019-20 તથા 2020-21ના પોતાના ગામમાં વિકાસલક્ષી કામો કર્યાં હતા. જે વિકાસલક્ષી કામોની ફાઇલ એપ્રુવલ થવા માટે કોન્ટ્રાક્ટર કચેરીમાં ગયાં હતાં. તે સમયે રૂ.12 હજારની લાંચ માંગી હતી. જોકે, લાંચ આપી નહતી.

ત્યારબાદમાં ગામમાં 2020-21ના વિકાસલક્ષી કામો કર્યા તે ફાઇલ પણ એપ્રુવલ થવા માટે ગયા તે વખતે ગયા વરસના 12 હજાર અને 2020-21ના રૂ.3000 એમ મળી કુલ રૂ.15 હજારની લાંચ માંગી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરતાં 3જી મેના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જગદીશચંદ્ર ખાપાભાઈ પટેલ લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયાં હતાં.

આ કેસમાં રેગ્યુલર જામીન મેળવવા માટે આરોપી દ્વારા કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં તપાસ અધિકારીના સોગંદનામું, દસ્તાવેજી પુરાવા, સાંયોગીક પુરાવા, ફોરેન્સીક પુરાવાને ધ્યાને લઇ તથા સરકારી વકીલ એ.એસ. જાડેજાની દલીલોને ધ્યાને રાખી જગદીશચંદ્રના રેગ્યુલર જામીન કોર્ટે રીજેક્ટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...