મતદાન:આણંદ જિલ્લામાં 314 વડીલનું પોસ્ટલ મત માટે રજિસ્ટ્રેશન

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 80 દિવ્યાંગો માટે પોસ્ટલ મતની વ્યવસ્થા

ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત 80 વર્ષથી ઉપરના અશક્ત અને ફિઝીકલ હેન્ડીકેપ માટે ઘેર બેઠા મતદાનની વ્યવસ્થા પોસ્ટલ મત થકી કરી છે. આણંદ જિલ્લામાં 31 હજારથી વધુ 80 વર્ષથી ઉપરના મતદારો છે.જેમાંથી માત્ર 314 અશક્ત મતદારોએ ઘેર બેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યકત કરી છે. જ્યારે 80 જેટલા ફિઝીકલ હેન્ડી કેપ ઘેર બેઠા મતદાનની ઇચ્છા વ્યકત કરી છે.

તે માટે જે તે વિસ્તારના બીએલઓ દ્વારા ગામેગામ સર્વે કરીને 80 ઉપરના મતદારોનો સંપર્ક કરીને ઘેર બેઠા મતદાન કરવા માંગતા મતદારો પાસેજરૂરી વિગતો સાથે ફોર્મ-12 ડી ભરીને જિલ્લા ચૂંટણી કચેરી ખાતે મોકલ્યું છે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા 400 જેટલામતદારો માટે પોસ્ટલ મતની વ્યવસ્થા કરી છે.જે ચૂંટણી એક સપ્તાહ પહેલા પોસ્ટલ મતની કામગીરી પૂર્ણ કરીને મતપેટીમાં મુકીને સીલ કરી દેવામાં આવશે.

80 વર્ષથી ઉપરના 314 અને 80 ફિઝીકલ હેન્ડીકેપે ઘેર બેઠા મતદાન કરવાની ઇચ્છા જાતવી છે. જેથી તેઓની માટે પોસ્ટલ મતની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીનો 2500થી વધુ અને પોલીસ કર્મીઓના 5000 મતદારો માટે પોસ્ટલ મતની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જિલ્લામાં 8 હજારથી વધુ પોસ્ટલ મતોની વ્યવસ્થા કરાનાર છે. આમ દરેક વિધાનસભા દીઢ સરેરાશ 1100થી વધુ પોસ્ટલ મતની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...