ચરોત્તરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બાફ મારતો હતો. જે કે અરબી સમુદ્રમાં 800 કિમી દૂર તાઉતે વાવાઝોડુ સ્થિર હોવા છતાં ચરોતર પંથકમાં તેની બીફોર ઇફેકટ શરૂ થઇ ગઇ છે. ખંભાત દરિયાકાંઠાના ગામો સહિત ચરોતરના આણંદ, નડીયાદ, બોરસદ, ખંભાત, સેવાલિયા, ઠાસરા સહિતના વિસ્તારમાં 15 કિમી ઝડપે પવન ફુકાવવાની સાથે સાંજના 6 કલાકે મીની વાવાઝોડુ 10 મિનિટ સુધી ફુકાયું હતું.
તેના કારણે ગામેગામ ધુળની ડંમરી ઉડતી જોવા મળી હતી.તેમજ પવનના કારણે કેટલાંક વિસ્તારમાં વીજળી ડુલ થઇ જવાના બનાવો બન્યા હતા.તેમજ ખંભાત તાલુકાના નવીઆખોલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે વાવાઝોડુ મધ્યગુજરાત તરફ ધપતા આગામી બે દિવસ આણંદ પંથકમાં ભારે વરસાદની સંભાવના વર્તાઈ રહી છે.
ખંભાત બંદર પર 2 નંબરનું સીંગલ ચાલુ કરાયું
અરબી સમુદ્રમાં સર્જાયેલુ તાઉતે વાવાઝોડુ પગલે ખંભાત બંદર પર 2 નંબરનું સીંગ્નલ ચાલુ કરવામાં આવ્યું છે. હાલ સામાન્ય ખતરો દર્શાવવામાં આવ્યો હતો.સાંજ સુધીમાં 200 વધુ બોડ પરત ફરી ગઇ હતી. ખંભાતના દરિયામાં 2 ફુટ ઉંચા મોઝાની શરૂઆત સાંજના 5 વાગ્યા બાદ શરૂ થઇ ગઇ હતી.તેને ધ્યાને લઇને તાત્કાલિક દરિયાતરફ જતા માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આણંદ MGVCL દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો
વાવાઝોડા પગલે વીજ પુરવઠો ખોરવાઇ નહીં કોઇ પણ જાતનું નુકશાન થાય નહીં તે માટે આણંદ એમજીવીસીએલ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં -2692- 247803 અને 6359779167 નંબર જાહેર કરવામાં આવ્યો છે.ત્યારબાદ વીજળી વેરણ થતાંની સાથે પહોંચી વડવા માટે નોડ ઓફિસર નિમણુંક કરવામાં આવી છે. વીજ ગ્રાહકોને વીજ પોલ વીજળી જવાના સમય જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.