તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Re poll Of Boriya Booth 1 Of Anand District Panchayat's Sinhol Seat Was Held, Election Inspector Veena Patel Conducted Quality Inspection.

ફરી મતદાન:આણંદ જિલ્લા પંચાયતના સિંહોલ બેઠકના બોરીયા બુથ 1નું ફેરમતદાન થયું , ચૂંટણી નિરીક્ષક વીણા પટેલે જાત નિરીક્ષણ કર્યું

આણંદ6 મહિનો પહેલા
  • ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈ મતદારોને મતમથક સુધી લાવવા સખ્ત સક્રિય
  • ઇવીએમ મશીનના ખુલતા 597 મતોની ગણતરી હતી બાકી હતી

આણંદ જિલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં 28 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાન બાદ 2 માર્ચના રોજ મતગણતરીમાં પેટલાદ તાલુકાની સિંહોલ જિલ્લા પંચાયત સીટના બોરીયા 1 બુથના EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને કઈ ચૂંટણી પરિણામ જાહર થઈ શક્યું નહોતું. ચૂંટણી પંચે આ બાબતે 4 માર્ચે ફરી મતદાન યોજવાનો નિર્ણય લીધો હતો. જે અન્વયે, આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં બેઠકના કુલ 902 મતદારો પૈકી અત્યાર સુધીમાં 700 ઉપરાંત મતદારો મતદાન કરી ચુક્યા છે.

ગત 2 જી માર્ચ યોજાઈ હતી મતગણતરી દરમ્યાન પેટલાદ તાલુકાના સિંહોલ બેઠકના બોરીયા બુથ 1ના ઇવીએમ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તે ખુલી શક્યું નહોતું. જેના કારણે આ બૂથ પર પરિણામ જાહેર થઈ શક્યું ન હતું. ટેકનિકલ એન્જીનીયરો દ્વારા બે દિવસ સુધી આ EVMને ક્ષતિ મુક્ત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તે ક્ષતિ દૂર ન થતા ચૂંટણી પંચે 4 માર્ચે ફેર મતદાન કરવા જાહેરાત કરી હતી. ત્યારે, આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે.જે ચુંટણી ફેરમતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે.

આણંદ જિલ્લા વહીવટી તંત્ર ને આજે ફેરમતદાન સિંહોલ જિલ્લા પંચાયત ની બોરીયા ગામે પડી ફરજ પડી હતી.સવાર થી બોરીયા ગામે ગ્રામીણ વિસ્તાર ના મતદારો ની લાઇન લાગી હતી.બોરીયા પ્રાથમિક શાળા બુથ નં 1 નું પુન: મતદાન પ્રક્રીયા માં સવારે 10 કલાક સુધીમાં 902 મતદારો ના બુથમાં 357 લોકોએ મત આપ્યા આપ્યા હતા.મહત્વનું છે કે આંણદ જીલ્લા ચુંટણી નિરીક્ષક વીણા પટેલે પણ ચુંટણી બુથની મુલાકાત લીધી હતી.

બોરીયા બુથ 1માં ચાલી રહેલ મતદાનમાં 12 વાગ્યા સુધી 575 લોકો એ મતદાન કર્યું હતું. 5 માર્ચે આ એક EVMમાં થયેલા મતદાનના પરિણામ જાહેર કરવામાં આવશે. જે બાદ સિંહોલ જિલ્લા પંચાયતના બોરીયા બુથ 1 ની આવતી કાલે સવારે 9.00 વાગ્યા થી શરુ થશે ગણતરી જે ના આધારે સિંહોલ બેઠકના વિજેતા ઉમેદવારના નામની જાહેરાત થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...