તર્કવિર્તક:આણંદના ચોપાટાથી ટાઉનહોલ સુધી RCC રોડ નવો બનાવાશે, સારો માર્ગ હોવા છતાં 94 લાખનું આંધણ

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય માર્ગો બિસ્માર હોવા છતાં રિપેરીંગ નહીં

આણંદ નગરપાલિકા દ્વારા 14મા નાણાં પંચની 2019-10ની ગ્રાન્ટમાંથી શહેરના ચોપાટા દરવાજાથી ટાઉનહોલ સુધીના આરસીસી રોડને કોઇ ખાસ નુકસાન થયું ન હોવા છતાં તેને તોડીને રૂા 94.16 લાખના ખર્ચે નવા આર. સી. સી. રોડનું કામ હાથ ધરતાં પ્રજામાં અનેક તર્કવિર્તક થઇ રહ્યાં છે. આ વિસ્તારમાં 2002માં દોઢ કી.મી.નો પાકો આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે ઘણો મજબૂત હતો તેમજ આ રોડ પર મોટા વાહનોની અવરજવર હોતી નથી.

જેથી રોડ હજુ પણ 5 વર્ષ સુધી કંઇ થાય તેમ ન હતું તેમ છતાં પાલિકા વિકાસના નામે સરકારી ગ્રાન્ટ અને પ્રજાના ટેક્ષના નાંણામાંથી આ રોડનું કામ હાથ ધરવામાં આવતાં અનેક તર્કવિર્તક થઇ રહ્યાં છે. આણંદ શહેરના ગામતળના મોટાભાગના રસ્તાઓ આરસીસી છે. જે તે સમય મજબૂત રોડ બનાવ્યા હતા. તેના કારણે આરસીસી રોડને કોઇ જ નુકશાન થયું નથી. તેમ છતાં વારંવાર સારા રોડ પર નવો રોડ બનાવવામાં આવે છે.

જયારે કેટલાંક વિસ્તારમાં બિસ્માર રસ્તા હોવા છતાં કોઇ સમારકામ કરવામાં આવતું નથી. આણંદ નગરાપાલિકા દ્વારા શહેરના વહેરાઇ માતા વિસ્તારમાં આવેલા ચોપાટા દરવાજાથી ટાઉન હોલ સુધીના આરસીસી રોડ મજબૂત હોવા છતાં તેને તોડીને નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે.જેના કારણે અન્ય વોર્ડના રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોપાટાથી ટાઉન હોલ સુધીના અડધો કિમીના માર્ગ પર આરસીસી રોડ બનાવવા માટે સોમવારે ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.

શહેરમાં ચોપાટા દરવાજાથી ટાઉનહોલ સુધી વર્ષો બાદ રોડની કામગીરી હાથ ધરાઇ
આણંદ શહેરના વહેરાઇ માતા વિસ્તારમાં આવેલા ચોપાટા દરવાજાથી ટાઉનહોલ સુધી આરસીસી રોડ 2002માં બનાવવામાં આવ્યો હતો. ત્યારથી રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. જેથી સ્થાિનકોની રજૂઆતના પગલે 2019-20માં 14માં નાંણા પંચની ગ્રાન્ટમાંથી 94.16લાખના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. - રૂપલબેન પટેલ, પ્રમુખ, નગરપાલિકા, આણંદ

અન્ય સમાચારો પણ છે...