ઓનલાઈન એપ્લીકેશન મારફતે કૌભાંડ:વિદ્યાનગરમાં રેશનકાર્ડ ધારકની બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ ઉપાડવાનું કૌભાંડ ઝડપાયું, સસ્તા અનાજના વેપારી સામે ગુનો નોંધાયો

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ કરતી કંપનીઓની કામગીરી શંકાના દાયરામાં
  • ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખુલ્યું
  • ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ આરંભાઈ

આણંદના વિદ્યાનગરમાં રેશનકાર્ડ ધારકની બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ ઉપાડવાનું કૌભાંડ ઝડપાયું હતું. ગુજરાતમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કરી તેના જેવું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વરના માધ્યમથી વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને મોટું કૌભાંડ આચારી રહ્યા હોવાના બની રહ્યા છે.

વિદ્યાનગરમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીએ ઓનલાઈન એપ્લીકેશન મારફત રેશનકાર્ડ ધારકોની ફિંગર પ્રિન્ટ મેળવી હતી. જેમાં જે પરિવાર અનાજ - કરિયાણું લેતા ન હતાં. તેમની ડુબ્લીકેટ ફિંગર પ્રિન્ટ બનાવી ઓનલાઇન જથ્થો ઉપાડી બારોબાર વેચી દીધો હતો. આ બાબત અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના ધ્યાનમાં આવતાં તુરંત આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જેથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

વિદ્યાનગરના બાકરોલ રોડ પર આવેલી તિર્થ-2 સોસાયટીમાં રહેતા સુરેશ કે. વોરાએ રેશનકાર્ડ પર અનાજનો પુરવઠો ન લેતા ગ્રાહકોના નામે મોટું કૌભાંડ આચર્યું હતું. સુરેશ વોરાએ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ દુકાનદારો દ્વારા ઓપરેટ કરવામાં આવતો વેબપોર્ટલ efps.gujarat.inમાં કરવામાં આવતી કામગીરી જેમ કે રેશનકાર્ડ ધારક દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું રાહતદરનું અનાજ મેળવવા માટે પોતાના આધાર આધારીત બાયોમેટ્રીક વેરિફીકેશન કરવાની કામગીરી દરમિયાન દુકાનદાર દ્વારા અન્ય કોઇ ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ કરવામાં આવી હોવાની અરજી મળી હતી.

મહત્વનું છે કે, આ અરજી મુજબ સુરેશ કે. વોરા દ્વારા રેશનકાર્ડ ધરાવતા લોકોના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબર તથા ફિંગર પ્રિન્ટો સોફ્ટડેટા મેળવવામાં આવ્યાં હતા. જે બાદ આધાર નંબરો સાથે જોડાયેલા રેશનીંગ મેળવતા ગ્રાહકોના બનાવટી ફિંગર પ્રિન્ટ બનાવ્યાં હતા. ત્યારબાદ બનાવટી ફિંગર પ્રિન્ટ મારફત રેશનીંગ અનાજ લેવા ન આવેલા ગ્રાહકોની જાણ બહાર ગ્રાહકોના ભાગના રેશનીંગ જથ્થો મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા બાયોમેટ્રીક વેરીફિકેશન કરાવતા હતા. જે બાદ ઓનલાઇન બોગસ બિલો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી તે રેશન મેળવી સગેવગે કરવામાં આવતું હતું. જેથી આર્થીક ફાયદો મેળવી રેશનીંગ કાર્ડ ધરાવતા ગ્રાહકો તથા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. જે અંગે ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આણંદ સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. આ કેસની તપાસ હાલ ઈનચાર્જ પી.આઈ. એચ.બી.ચૌહાણ કરી રહ્યા છે. આરોપી હાલ ફરાર હોઈ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આરંભાઈ છે.

અન્ય સમાચારો પણ છે...