તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં રથયાત્રાનું આયોજન કરાયું, ભગવાનના જળસ્નાન વિધિ સમ્પન્ન કરાઈ ,આ વર્ષે યાત્રા રૂટમાં ફેરફાર કરાયો

આણંદ3 મહિનો પહેલા
  • ઈસ્કોન મંદિરમાં જગન્નાથજીને જલસ્નાન કરાવાયુ
  • આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ,ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલની ઉપસ્થિતિ

આણંદના વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિવર્ષ અષાઢી બીજે રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સ્થાનિક શ્રદ્ધાળુ પણ આ યાત્રામાં ભક્તિભાવ અને ઉત્સાહ પૂર્વક જોડાતા હોય છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ રથયાત્રા અનોખું આકર્ષણ ધરાવે છે. છેલ્લા 17 વર્ષથી ચાલતી આ પરંપરાને લઈ વિદ્યાનગરવાસીઓ અને આસપાસના ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો

કોરોનાની બીજી લહેરની અસર ઉતરતા સરકારે હળવા કરેલા નિયમો મુજબ હવે મંદિરો પણ ખુલી ગયા છે. મંદિરોમાં દર્શનાર્થીઓનો ઘસારો પણ ધીમે ધીમે વધી રહ્યો છે. આણંદમાં વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથને જલસ્નાન કરાવીને આરતી ઉતારવામાં આવી હતી. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિવિધ નદીઓમાંથી જળ લાવીને જગન્નાથ ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ,ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ , અને નગરના અગ્રણી આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યાં હતા.

પોલીસ સ્ટેશન નજીકથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે

વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા 17 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જોકે કોરોનાની મહામારીના પગલે ગત વર્ષે રથયાત્રા સાદગીપુર્ણ રીતે કરાઈ હતી. જોકે આ વખતે ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિવર્ષે બેઠક મંદિરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે યાત્રા રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન નજીકથી રથયાત્રાનો પ્રારંભ સંતોના હસ્તે કરવામાં આવશે. ત્યાંથી નીકળી અમુલ ડેરી રોડ થઈ ડૉ. કુરીયન માર્ગ થઈ લોટીયા ભાગોળ થઈ ટાઉન હોલ રોડ થઈ ભાઈકાકા સ્ટેચ્યુથી ઈસ્કોન મંદિરે પહોંચશે. જ્યાં મહાપુજા પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...