કોરોના સામે જંગ:સારસા ગામમાં રેપીડ એન્ટિજન ટેસ્ટની કામગીરી હાથ ધરાઇ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના-આરોગ્ય વિભાગના સહયોગથી કાર્યક્રમ
  • ધર્મશાળા ખાતે યોજાયેલા કેમ્પમાં 96 ગ્રામજનોએ લાભ લીધો

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી ગયું છે. ત્યારે સંક્રમણને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ રેપીડ એન્ટિજન કામગીરી ચાલી રહી છે.સારસા ગામે શંકાસ્પદ કેસો વધુ મળી આવ્યા હોવાથી પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જયારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સહયોગથી રેપીડ એન્ટિજન કેસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટેસ્ટ કરાવ્યા હતા.

સારસા ગામની ધર્મશાળા ખાતે કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો જેમા 96 જેટલા લોકોએ નિ:શુલ્ક રેપિડ ટેસ્ટ લાભ લીધો. જીલ્લા સંયોજક ચિરાગભાઈના માર્ગ દર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રનાં તાલુકા સંયોજક રાકેશભાઈ ડાભી, મોહિનભાઈ, આણંદ ન.સંયોજક હર્ષભાઈ પટેલ પટેલ, દ્વારા ગામના વેપારીઓ, શાકભાજી વેચનાર, લારીઓ તથા ગલ્લાવાળા તથા ગ્રામજનોને જાગૃતિ સંદેશ આપી રેપિડ ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, તથા રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...