તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંડણીનું નેટવર્ક:બોરસદના ગેરકાયદે બોગસ ટેલિફોન એક્સચેન્જમાંથી ખંડણીનું નેટવર્ક ખુલ્યું , હરિયાણા ડોક્ટર પાસે રૂ.20 લાખ માગ્યા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • હરિયાણા પોલીસ બન્ને ભાઈની અટકાયત કરી તપાસ ચલાવી રહી છે

બોરસદ બોગસ ટેલિફોન એક્સચેન્જ પ્રકરણમાં વિસ્ફોટક માહિતી ખુલી રહી છે.બોરસદમાં રહેતા પણ મુળ ઉત્તરપ્રદેશના બે પિતરાઇ ભાઇએ દુબઇના એક શખ્સના કનેક્શનથી ઘરમાં જ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ શરૂ કરી દીધું હતું. આણંદ એલસીબી અને એસઓજીએ બાતમી આધારિત દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.જોકે આ બોગસ ટેલિફોન એક્સચેન્જ નો ઉપયોગ દેશ વિરોધી તત્વો કે ગુનાહિત ગેંગસ્ટર કરતા હોવાની વિગતો ચર્ચાની એરણે હતી ત્યારે વધુ એક વિસ્ફોટક વિગત આ પ્રકરણમાં ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે.આ ટેલિફોન એક્સચેન્જમાંથી હરિયાણામાં ખંડણી રેકેટમાં આ એક્સચેન્જમાંથી કોલ ગયાં હોવાનું ખુલતા પોલીસ વિભાગ માં હડકંપમચી છે.આ ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ માંથી અન્ય ક્યાં ક્યાં કોલ થયા અને ક્યાંથી કોલ આવ્યા ની ચકાસણી ટેકનીકલ અને સાયબર વિભાગ દ્વારા કરાઈ રહી છે.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા 19મી ઓગષ્ટના રોજ આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં તબદીલ કરી છેતરપિંડી કરવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. બોરસદ શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ નજીક આવેલી સાકરિયા સોસાયટી, મેમણ કોલોનીમાં રહેતા બાબરઅલી મકબુલ અહેમદ અંસારી તથા તેના કાકાના દિકરા મીરફસલ ઉર્ફે સોનુ મકસુદ અહેમદએ ભેગા મળી સીમબોક્સ થકી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ તત્વો તેમના રહેણાંક મકાનમાં આવેલા પ્રથમ માળે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હતા. તેઓ પોતાના મકાનમાં લેપટોપ અને ડિનસ્ટાર કંપનીના 32 પોર્ટના ગેટ વેના બે અલગ અલગ ડિવાઇઝ બે વાઇફાઇ રાઉટર સાથે કનેકટ કરેલા ચાલુ હાલતમાં મળી આવ્યા હતાં. જે ડિવાઇસમાં અન્ય રાજ્યના સીમકાર્ડ નાંખ્યાં હતાં. જે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવવા માટે તેને લગતા જુદા જુદા ડિવાઇસ, રાઉટર તેમજ ત્રાહિત વ્યક્તોના નામના સીમકાર્ડ ખરીદી સીમ બોક્સ ઉભુ કર્યું હતું.જેના થકી ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવી વિદેશી કોલ ને લોકલ કોલ માં તબદીલ કરતા હતા.

બન્ને ભાઈઓની પ્રાથમિક પૂછપરછ માં દુબઈથી જલીલ નામના શખસ સાથેનું કનેક્શન ખુલ્યું હતું.તેઓ દ્વારા ઇન્ટરનેશનલ કોલને જીએસએમ નેટવર્કમાં તબદીલ કરી ગેરકાયદેસર રીતે વીઓઆઈપી દ્વારા ઇન્ટરનેશનલ કોલ રુટીંગ કરી ભારતમાં વિદેશથી આવતા કોલને સાદા વોઇસ કોલમાં ડીઓટી (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન)ની ગાઇડ લાઇન વિરૂદ્ધ રીસીવરને મોકલતાં હતાં. આ કોલ કરનારની ઓરીજીનલ આઈડેન્ટીટી છુપી રહેતી હતી. આ અંગે પોલીસે તેમની સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવ્યાં હતાં.આ તત્વો ના અન્ય દેશ વિરોધી અને આતંકવાદી ગતિવિધિ સાથે કે ગેંગસ્ટર સાથે સંપર્ક ધરાવે છે કે કેમ તે સઘળી તપાસ હાથ ધરાઈ હતી.

દરમિયાનમાં આ ટેલિફોન એક્સચેન્જમાંથી થયેલા કોલમાં હરિયાણા કેટલાક કોલનો સમાવેશ થાય છે. જેમાં ખંડણીનું નેટવર્ક ચાલતું હોવાનું ખુલ્યું છે. હાલ હરિયાણા પોલીસે એક કેસમાં બન્ને પિતરાઇ ભાઈની અટકાયત કરી વધુ તપાસ અર્થે હરિયાણા લઇ ગયાં છે. પ્રાથમિક તપાસમાં ટેલિફોન એક્સચેન્જમાં વિદેશથી આવેલો કોલ લોકલમાં કનવર્ટ થઇ ગયો હતો અને હરિયાણાના ડોક્ટર પર ગયો હતો. આ ડોક્ટર પાસેથી અજાણ્યા શખસે રૂ.20 લાખની ખંડણી માંગી હતી. જોકે, આ એક કેસ નથી. આવા અસંખ્ય કેસ હરિયાણામાં નોંધાયાં છે. જે સંદર્ભે હરિયાણા પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...