સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:જિલ્લામાં રણછોડપુરામાં સૌથી વધુ 94.58 અને સૌથી ઓછું ચિખોદરામાં 58.02 % મતદાન થયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયત ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું.જેમાં જિલ્લામાં 76.85 ટકા મતદાન થયું હતું.ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતો પર નજર કરીએ તો આંકલાવ તાલુકાના રણછોડપુરા ગ્રામ પંચાયતમાં સૌથી વધુ 94.58 ટકા મતદાન થયું હતું. જયારે ઉમરેઠ તાલુકાનાસૌથી વિકાસશીલ ગણાતા ચિખોદરા ગામમાં 58 .02 ટકા મતદાન થયું છે.

દરેક તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ખરેખર કોણ જીતશે, કોનેકેટલા મત મળશે તેની ગણતરી ઓટલા બેઠક પર થઇ રહી છે. તેથી હાલમાં ગામડાઓમાં ચર્ચાનોવિષય બની ગયો છે. ત્યારે જિલ્લાના8 તાલુકાના મોટા ગામો હાલ તો રાજકીય પક્ષોની નજર જોવા મળી રહી છે. આણંદ તાલુકાના કેટલાક ગામોમાં સરપંચની બેઠક માટે અોછુ મતદાન થયું છે જેને લઈને હાલમાં ઉમેદવારો સહિત ટેકેદારો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.

આણંદ તાલુકાના ચિખોદરા, સારસા, હાડગુડ અને સામરખા ગામમાં ભારે રસાકસી
આણંદ તાલુકાના 26 ગ્રામ પંચાયતોમાં 71.57 ટકા મતદાન થયું છે. ચિખોદરા ગામમાં ધારાસભ્યના પરિવારમાંથી સરપંચપદનો ઉમેદવાર છે. તે ગામમાં જિલ્લામાં સૌથી ઓછું 58.02 ટકા જ મતદાન થયું છે. સારસા અને સામરખા ગામમાં વધુ મતદારો હોવાથી બંને રાજકીય પક્ષોએ વધુ મતથી પોતાના ઉમેદવારને જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

બોરસદ તાલુકામાં 39 ગ્રામ પંચાયતોના પરિણામ વિધાનસભા પર અસર કરશે
બોરસદ તાલુકા અલારસા, ઝારોલા,રાસ સહિતના મોટા ગામોમાં 75 ટકા જેટલુ મતદાન થયું છે. દર વખતે આ ગામોના મતદારો વિધાનસભાના પરિણામ પર અસર કરતાં હોય છે.જેથી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની નજર તેના પર મંડરાયેલી જોવા મળે છે. ખાસ કરીને સારોલ અને તેની આસપાસના નાના ગામોમાં કોણ જીતશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

સોજીત્રા તાલુકામાં કાસોર અને બાલીન્ટામાં કોણ જીતશે તે ચર્ચાનો વિષય બની ગયો
સોજીત્રા તાલુકાની માત્ર 5 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી.જેમાં બાલીન્ટા મા3 ઉમેદવરો વચ્ચે જંગ છે.જયારે સોજીત્રના મોટાગામોનાએક એવા કાસોર ગામે ક્ષત્રિયઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે.જેને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. લીંબાલી ગામમાં સરપંચ પદ માટે વધુ ઉમેદવારો ઉભા રહ્યા હોવાથી ત્યાં પણ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ, કણભા મતદાન સમયે બબાલ થઇ હોવાથી પરિણામ પર સૌની નજર
ખંભાત તાલુકાના ગામો ભાજપના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખંભાત હોવાથી બંને વચ્ચે ગામડાઓ કબજે કરવાની હોડ લાગી હતી.ખંભાત તાલુકામાં સૌથી વધુ 82.02 ટકા મતદાન થયું છે.જેથી દરેક ગામના પરિણામ પર સૌની નજર છે. ખાસકરીને ઉંદેલ ગામમાં 5થી વધુ ઉમેદવાર વચ્ચે જંગ છે. પરિણામ જણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.

ઉમરેઠ તાલુકાના અહિમા, થામણા અને સુંદલપુરા પર કોણ કબજો જમાવશે
ઉમરેઠ તાલુકાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી.જેમાં થામણા ગામમા પાટીદાર સમાજનું વર્ચસ્વ છે.વર્ષોથી પાટીદાર સરપંચ તરીકે ચુંટાઇ આવે છે.ત્યારે આ વખતે કોણ જીતશે. તેના પર સૌની નજર જોવા મળે છે. જયારે અહિમા ગામમાં ક્ષત્રિય ઉમેદવારમેદાનમાં હોવાથી ભારે ખંેચતાણ હતી. તેના કારણે કોણ જીતશ તેના પર સૌની નજર છે.

પેટલાદ તાલુકાના પંડોળી, ધર્મજ, મહેળાવમાં ભારે રસાકસી : સૌથી વધુ મતદાન પંડોળીમાં
પેટલાદ તાલુકાના ધર્મજમાં ચાર ઉમેદવાર વચ્ચે જંગ છે. જો કે આ ગામમાં એનઆરઆઇ વધુ હોવાથી પંચાયતની ચૂંટણી મતદાન ઓછું થાય છે. જયારે પંડોળી અને મહેળાવ ગામ પર કબજો જમવા માટે રાજકીય પક્ષ પ્રેરીત ઉમેદવારો મેદાનમાં છે.જેમાં પંડોળીમાં 78.27 ટકા અને મહેળાવમાં 71.87 મતદાન થયું છે.જયારે પોરડામાં સૌથી ઓછુ 65 ટકા મતદાન થયું છે.

પેટલાદ તાલુકાના પંડોળી, ધર્મજ, મહેળાવમાં ભારે રસાકસી : સૌથી વધુ મતદાન પંડોળીમાં
પેટલાદ તાલુકાના ધર્મજમાં ચાર ઉમેદવાર વચ્ચે જંગ છે. જો કે આ ગામમાં એનઆરઆઇ વધુ હોવાથી પંચાયતની ચૂંટણી મતદાન ઓછું થાય છે. જયારે પંડોળી અને મહેળાવ ગામ પર કબજો જમવા માટે રાજકીય પક્ષ પ્રેરીત ઉમેદવારો મેદાનમાં છે.જેમાં પંડોળીમાં 78.27 ટકા અને મહેળાવમાં 71.87 મતદાન થયું છે.જયારે પોરડામાં સૌથી ઓછુ 65 ટકા મતદાન થયું છે.

આંકલાવ તાલુકાના ભેટાસીવાંટા, આસોદર અને ઉમેટા ગામમાં ભારે મતદાન
આંકલાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 81 ટકા મતદાન થયું છે. ત્યારે આંકલાવ તાલુકામુખ્યમથકગણતાઆસોદર ગામમાં કબજો જમવા માટે આ વખતે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જીતે તે માટે પ્રયાસો ભરપૂર કર્યો છે.જેમાં ઉમેટા અને ભેટાસી વાટા અનેતળપદમાં ગામમાં ભારેરસાકસી જોવામળી હતી.

અન્ય સમાચારો પણ છે...