તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:આણંદ જિલ્લામાં રમઝાન ઇદની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઇ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પગલે રોગપ્રતિકારક વધારે તેવી ટેબલેટનું વિતરણ

આણંદ શહેર સહિત જિલ્લામાં રમઝાન ઇદની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરદારો દ્વારા ઘરમાં નમાઝ અદા કરીને એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવી હતી.જયારે કેટલાંક ટ્રસ્ટો અને પરિવાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇને રોગપ્રતિકારક શકિત વધારે તેવી આર્યવેદિક ગોળીઓ અને ઉકળાનું વિતરણ ગામે ગામે કરીને ઇદ પર્વની ઉજવણી કરી હતી. આણંદ શહેરમા ઇદ પર્વ નિમિતે વહેલી સવારે મસ્જિદમાં નમાઝ અદા કરવાની જગ્યાએ મુસ્લિમ સમાજના લોકોએ પોતાન ઘરે નમાઝ અદા કરીને અલ્લાને બંદગી કરી હતી.તેમજ સમગ્ર વિશ્વમાંથી કોરોના રૂપી મહામારી નાશ થાય તે માટે કુરાન પઢીને બંદગી કરી હતી.

આણંદ શહેરના વિવિધ મુસ્લિમ સમાજના ટ્રસ્ટો દ્વારા વિવિધ વિસ્તારમાં આર્યવેદિક દવાઓનું વિતરમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાડગુડ ગામે નવસર્જન ગૃપ દ્વારા વિટામીન સીની ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. મજ દિવસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા સમાજ લોકોને સાવેચત કર્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાના ઘરે જઇ સેવૈયા અને ફાલુદા અને મીઠાઇથી મોં મીઠું કરાવીને ઇદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...