તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Ramdesivir Taken From Naimbanu's Son Mustakim Was Also Duplicated, Police Registered One More Case Against Four And Conducted Further Investigation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નઇમબાનુના પુત્ર મુસ્તકીમ પાસેથી લીધેલા રેમડેસિવિર પણ ડુપ્લીકેટ, પોલીસે ચાર વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આણંદમાં રેમડેસિવિર ઇન્જેકશન વેચતા ઝડપાયેલા યુવક પાસેથી કબ્જે લેવામાં ઇન્જેકશન પણ ડુપ્લીકેટ હોવાનું રીપોર્ટ આવ્યો છે. આણંદ શહેરમાં 29મી રાત્રે ઝાયડસ હોસ્પિટલ પાસે ઉંચા ભાવે રેમડેસિવિર વેંચવા નીકળેલા આશિષ અરવિંદભાઇ પરમાર અને અમાર ઇરફાનભાઇ વહોરાને ઝડપી પાડયો હતો.તેઓની પોલીસે પુછપરછ કરતાં બંને યુવકોએ વડોદારા સહિત આણંદમાં ડુપ્લીકેટ ઇન્જેકશન વેચનાર નઇમબાનુના પુત્ર મુસ્તકીમ વ્હોરા અને તલ્લા મેમણ નામના પરિચીત યુવક પાસેથી ખરીદયા હોવાનું બહાર આવ્યું હતું.

તેઓની પાસે કબ્જે લેવાયેલા રેમડેસિવિર ઇન્જેકશનની તપાસ માટે ફુડ એન્ડ ડ્રગ્સને મોકલી આપ્યા હતા. આ બંને ઇન્જેકશન પણ વડોદારામાંથી મળી આવેલા ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન જેવા ડુપ્લીકેટ હોવાનું રીપોર્ટ આવ્યો હતું. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌહાણે જણાવ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેકશન વેચાત ઝડપાયેલા મુસ્તકીમ વ્હોરો, તલ્હા મેમણ, સહિત ચાર વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે.સાથે સાથે આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે. તેની પણ તપાસ હાથધરી છે.

આણંદમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ધામા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશનના કૌભાંડ ઝડપી પાડયું હતું.જેમાં આણંદના જતીન પટેલ, નઇમબાનુ સહિત ચાર લોકો સંડોવાયેલા હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી. હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે દિવસથી આણંદમાં ધામા નાખીને આ કૌભાંડ અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, કેટલાક ઇન્જેકશન પધરાવ્યા છે તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો