મતદાર જાગૃતિ:આણંદ જિલ્લામાં 11 થી 15 નવેમ્બર દરમિયાન 500થી વઘુ શાળા-કોલેજોમાં રેલી યોજવામાં આવી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન નિચે આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે જિલ્લાના વિવિધ સ્થળો ઉપર અભિનવ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.

સ્વીપ અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની સાથે ગત ચૂંટણીમાં જયાં ઓછું મતદાન નોંધાયું હતુ, તેવા તમામ વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે તા. 11 નવેમ્બર 2022 થી 15 નવેમ્બર 2022 દરમિયાન વિવિધ દિવસોએ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની 500 થી વધુ શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃત્તિ માટેના બેનર્સ સાથેની રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં કુલ મળી અંદાજે 14 હજારથી વધારે વિદ્યાર્થી - યુવાઓએ ભાગ લીધો હતો. આ રેલી સબંધિત વિસ્તારોમાં ફરીને મતદારોને મતદાન માટે જાગૃત કરવાનું અભિનવ કાર્ય કર્યું હતુ. આ રેલીની સાથે સબંધિત વિસ્તારોના મતદારોને મતદાન અચૂક કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...