તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:'સરદાર પટેલના નિવાસસ્થાને આવી અનેરી ઊર્જા અનુભવી', કરમસદમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કરાયું

આણંદ6 દિવસ પહેલા
 • રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલા ટ્રેકટરમાં સવાર થઈ રેલી સ્વરૂપે સરદાર પટેલ ગૃહ ખાતે પહોંચ્યા

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ચાર માસથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત આજે સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદ ગામે આવી પહોંચ્યા હતા. કરમસદ નાગરિક સમિતિના કાર્યકરો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેઓ પર ફુલ વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીયા તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ સરદાર ગૃહ ખાતે અખંડ જ્યોતના દર્શન કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

સોમવારે સવારે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કરમસદ ખાતે આવી પહોંચતા કરમસદ નાગરિક સમિતિ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલા પર ફુલોની વર્ષા કરી તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાએ સરદાર પટેલની પ્રતિમા પર સુતરની આંટી તેમજ રાકેશ ટીકૈતે લીલા કલરનો ખેસ અર્પણ કર્યો હતો અને શ્રદ્ધાંજલી અર્પી હતી.

મહત્વનું છે કે રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલા ટ્રેકટરમાં સવાર થઈ રેલી સ્વરુપે સરદાર પટેલ ગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રસ્તામાં ઠેર ઠેર તેઓ પર પુષ્પવર્ષા કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ ગૃહ ખાતે રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાએ સરદારના જીવન અંગેનું તસ્વીરી પ્રદર્શન નિહાળ્યું હતું અને ત્યારબાદ તેઓએ સરદાર ગૃહ ખાતે અખંડ જ્યોતના દર્શન કરી સરદાર પટેલની સ્મૃતિઓ વાગોળી હતી.

કરમસદ નાગરિક સમિતિના મીથીલેશ અમીન, મહર્ષિ પટેલ, જગદીશ સોલંકી, નીરવ સહિત કાર્યકરોએ રાકેશ ટીકૈતને આવેદનપત્ર આપી ગુજરાતમાં સરદાર પટેલના નામને ભુસી નાખવાના જે પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં સરદાર પટેલ સચિવાલય અને સરદાર પટેલ મોટેરા સ્ટેડીયમનું નામ બદલવા અંગે ચાલી રહેલા આંદોલનમાં સાથ આપી આ આંદોલનને રાષ્ટ્રીયવ્યાપી બનાવવામાં યોગદાન આપવા અપીલ કરાઈ હતી.

આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રવિ પટેલ, આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દીપાવલી ઉપાધ્યાય સહિત કાર્યકરોએ પણ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. સરદાર પટેલ ગૃહ ખાતે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે સરદાર પટેલના નિવાસસ્થાન ખાતે આવી તેઓ એક અનેરી ઊર્જા અનુભવી રહ્યા છે. અને તેઓને આજે બે દિવસના પ્રયાસ દરમિયાન ગુજરાતના ખેડૂતો તરફથી સારું સમર્થન મળી રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હક્કો માટે ખેડુતો આગળ આવે અને તેમનામાં ચેતનાનો સંચાર થાય તે માટે તેઓ ગુજરાત આવ્યા છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બીલનો તેઓ વિરોધ કરી ગુજરાતના ખેડૂતોને પણ આ આંદોલનમાં જોડાવવા તેઓએ આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરદાર પટેલના ગામ કરમસદ સહિત રાજ્યભરમાંથી ખેડૂતો વાહનોમાં બેસી દિલ્હી પહોંચશે અને આંદોલનમાં જોડાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને ખેડૂતો સાથે કૃષિ અંગે લવાયેલા ત્રણ નવા કાયદાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે અને આ કાયદાઓથી ખેડૂતોને શું નુકસાન થશે તે સમજાવી રહ્યા છે. તેઓ દેશમાં જુદા જુદા રાજ્યોમાં જઈને લોકોને કાળા કૃષિ બીલ અંગે સમજાવી રહ્યા છે. અને ગુજરાતના ખેડૂતો તરફથી તેઓને સારો આવકાર મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં ખેડૂતો આગળ આવે તે માટે તેઓ રાકેશ ટીકૈત સાથે જોડાયા છે. ખેડૂતો તરફથી તેઓને આવકાર મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતનો ખેડૂત આ કાળા કાયદાઓની વિરુદ્ધમાં જાહેરમાં આવશે અને વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાતની સરકાર સરદાર પટેલના નામને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં એમ પણ બને કે ગાંધીના સાબરમતીનું નામ પણ ભાગવતના નામે થઈ જાય. તેમણે કહ્યું હતું કે કરમસદના ગ્રામજનોની લડાઈની સાથે તેઓ છે અને કરમસદને પણ મહાનગરપાલિકામાં ભેળવવા સામે પણ તેઓ વિરોધ કરશે.

વલ્લભ વિદ્યાનગર શહીદ ચોક ખાતે શહીદોની પ્રતિમા પર શ્રદ્ધાંજલી અર્પી

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાએ વલ્લભ વિદ્યાનગર ખાતે શહીદ ચોકમાં શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુની પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલી અર્પી હતી. અહીયા તેઓનું એનએસયુઆઈના નેશનલ કો. ઓર્ડીનેટર ચેતના રોયએ સ્વાગત કર્યું હતું. તેમજ એનએસયુઆઈના શીતલ મીસ્ત્રી સહિત વિદ્યાર્થીઓ દ્વારા પણ રાકેશ ટીકૈતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો