તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદના યા દાદા કોમ્પલેક્ષ પાસેથી આણંદ LCBએ બાતમીના આધારે મંદિરોમાં ચોરી કરતા રાજુ કલકત્તીને ઝડપી પાડ્યો હતો. પોલીસે શખ્સની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં તેણે આણંદ શહેર સહિત અન્ય જિલ્લામાં આવેલા સાત મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
રાતે જ મંદિરોમાં ચોરી કરતો હતો
મૂળ કલકત્તાના પણ હાલમાં પેટલાદના ચાંગા કોલોનીમાં રહેતા 34 વર્ષીય રાજેશ ઉર્ફે રાજુ કલકત્તી વિજયકુમાર નગેન્દ્ર દાસની પોલીસે ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતાં જણાવ્યું હતું કે, મંદિરો બંધ હોય એટલે તે એકલો જ રાત્રિના સમયે મંદિરોને ટાર્ગેટ કરતો હતો. આઠ નવ વર્ષ પહેલાં ભાવનગર પાસેના ઠસા પાસેના રંધોડા ગામ આવતા પહેલા રોડ પરના બાપા સીતારામ મંદિરમાંથી રૂપિયા 30થી 35 હજારની ચોરી કરી હતી. વર્ષ 2018માં ભાવનગર ખોડિયાર મંદિરથી ગણેશ આશ્રમ જવાના રસ્તા પરની દાન પેટીને તોડી તેમાંથી રૂપિયા પાંચ હજારની ચોરી કરી હતી.
ભાવનગરમાં બે વર્ષ અગાઉ ચોરી કરી હતી
એ પછી અઠવાડિયા બાદ તેણે પુન: રાજુ ડોલર અને સંજય નામના એક શખ્સ સાથે મળી ભાવનગર ખોડિયાર મંદિર સ્થિત ભડલી ગામે મંદિરમાં ચોરી કરી રૂપિયા બે હજાર ચોર્યા હતા. બે એક વર્ષ અગાઉ તે સિંહોર બાપાસીતારામ મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર ચોરી કરવા ગયા હતા. પરંતુ લોકો જાગી જતાં તેઓ ફરાર થઈ ગયા હતા. ભાવનગરના ઠડીઆ પાસેના શંકર ભગવાનના મંદિરની દાન પેટી તોડી રૂપિયા 3500ની ચોરી કરી હતી.
બીજા દિવસે સંચાણા ગામે મેલડી માતાના મંદિરે ત્રણ દાન પેટી તોડી રૂપિયા આઠ હજારની ચોરી કરી હતી. એ જ રીતે વિરમગામ સ્થિત સચાણા હાઈવે પર આવેલા બુટભવાની માતાના મંદિરમાંથી દાન પેટીમાંથી રૂપિયા વીસ હજાર તથા વિરમગામના બાપા સીતારામની ડેરી પરની દાન પેટીમાંથી રૂપિયા બે હજારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
અગાઉ પણ ચોરીઓ કરતા ઝડપાયો છે
રાજુ કલક્ત્તી રીઢો ચોર છે. તેના વિરૂદ્ધ અગાઉ ઘર તથા મંદિરમાં ચોરી કરવાના ગુના નોંધાયા છે. છેલ્લાં એકાદ દાયકાથી તે ચોરીના ગુના સાથે સંકળાયેલો છે. જેમાં તેના વિરૂદ્ધ વસો પોલીસ સ્ટેશન, માતર પોલીસ સ્ટેશન, મહેમદાવાદ પોલીસ સ્ટેશન, વિરસદ, ખંભોળજ, ખેડા, વાસદ અને માતર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયા છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.