આણંદશહેર ચિખોદરા બ્રિજથી રાજોડપુરા તરફ જતાં રોડ ત્રિભુવન ફાઉન્ડેશન નજીક છેલ્લા કેટલાંય સમયથી રોડ તુટી જતાં ઉબડખાબડ બની ગયો છે. તેમજ વારંવાર પાઇપ તુટી જતી હોવાથી રોડ પર પાણી ફરી વળતાં મચ્છરો સહિતની જીવાતોનો ઉપદ્વવ વધી ગયો છે. જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતાં નથી.તેના કારણે સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજોડપુરાને જોડતા વઘાસી ફાટર પર બ્રિજ બની રહ્યો હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. જેથી ચિખોદાર બ્રિજ થી રાજોડપુરાને જોડતા રોડનો ઉપયોગ વઘાસી રોડ પર આવેલ 40 થી વધુ સોસાયટીના રહીશો કરી રહ્યાં છે. તો બીજી બાજુ રાજોડપુરા ત્રિભુવન ફાઉન્ડેશન રોડ સંજીવની મેજેસ્ટીક પાસે બિલ્કુલ તુટી ગયો છે. તેમ ઉબડખાબડ બની ગયો છે. તેમજ વારંવાર પાણી પાઇપ લાઇનો તુટી જાય છે. તેના કારણે રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડે છે.
જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે રાજોડપુરા રહેતા રહિશ વિનુભાઈ પરમાર જણાવે છે ક, છેલ્લા બે વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે. તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. જેના કારણે અવર જવર કરવામાં મુશ્કેલી ઉભી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.