નોંધપાત્ર વરસાદ:આણંદ તાલુકામાં વરસાદી મહેર, સિઝનનો સર્વાધિક 103 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો ખુશહાલ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા વરસાદ ને પરિણામે વ્યાપારીઓમાં પણ આગામી તહેવારના દિવસોમાં સારી આવકની આશા

ચોમાસાની શરૂઆત બાદ ખેંચાઈ ગયેલ વરસાદે રાજ્યમાં અછત અને દુષ્કાળના ડાકલા વગાડ્યા હતા.પરંતુ બાદમાં જન્માષ્ટમીથી શરૂ થયેલ વરસાદ રાજ્ય અને નગરોને તરબોળ કરી દીધા છે.રાજ્યના ડેમ છલકવા લાગ્યા છે.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરનું સંકટ ઉભું થયું છે.ગઈકાલે અનરાધાર વરસેલા વરસાદે આણંદ તાલુકામાં સિઝનનો 100 ટકાનો આંક વટાવી દીધો છે.વરસાદી સિઝન સારી જતા ખેડૂતો ઉપરાંત વ્યાપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આજે પણ જિલ્લાભરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટાં તો ક્યાંક ઘનઘોર વાદળછાયું વરસાદી વાતાવરણ જામેલું છે.

જ્યારે આ સિઝનની કુલ ટકાવારી તરફ નજર નાખીએ તો, આણંદ તાલુકામાં સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.આણંદમાં સૌથી વધુ 103.69 ટકા અને આંકલાવમાં સૌથી ઓછો 60.90 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સોજીત્રામાં 85.12 ટકા,ખંભાતમાં 96.32 ટકા,પેટલાદમાં 73.09 ટકા જ્યારે બોરસદમાં 65.53 ટકા ,તારાપુરમાં 71.73 ટકા વરસાદ નોંધાયો છે.

મહત્વનું છે કે આણંદ જિલ્લામાં ગઈકાલના 24 કલાકના આકડાં મુજબ આણંદ તાલુકામાં માં 42 મિમી, આંકલાવમાં 16 મિમી, ઉમરેઠમાં 60 મિમી, ખંભાતમાં 56 મિમી, પેટલાદમાં 24 મિમી, બોરસદમાં 20 મિમી, સોજિત્રામાં 39 મિમી અને તારાપુરમાં 13 મિમી વરસાદ પડ્યો હતો.જેમાં ખંભાત અને ઉમરેઠ તાલુકામાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ જોઈ શકાય છે .જ્યારે આણંદ અને સોજીત્રા પણ નોંધપાત્ર મેઘમહેર જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...