તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવા વરસાદની સંભાવના:આણંદ જિલ્લામાં રવિવારે વરસાદે વિરામ લીધો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો.જોકે રવિવારે વરસાદે વિરામ લીધો હતો. જો કે આણંદ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે.જેના કારણે ખેડૂતો ચિંતી જણાઇ રહ્યાં છે.

આણંદ તાલુકાના ખેડૂતોએ તમાકુની રોપણી તૈયારી શરૂ કરી દીધી છે.જયારે ખંભાત,તારાપુર ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસ્યો છે.જેના કારણે ડાંગરના પાકને નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે. જેના પગલે કેટલાંક ખેડૂતોએ ડાંગર કાઢીને ટુંકાગાળાના પાકની રોપણી તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે વરસાદ વિરામ લેતા તાપમાનમાં પુન: 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી પહોંચ્યું છે. લધુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. 85 ટકા ભેજ વાતાવરણ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યકત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...