વરસાદ:આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી વાદળો છાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.જેમાં ઉમરેઠ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયા છે. આણંદ શહેરમાં મોડીસાંજે હળવા વરસાદ પડતાં માર્ગો ભીજા હતા.

જો કે આગામી 24 કલાક દરમિયાન આણંદ-ખેડા જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાનો દોર શરૂ ચાલુ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં ઉમરેઠ અને આંકલાવ તાલુકાના બાદ કરતાં તમામ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુકયો છે.

અન્ય સમાચારો પણ છે...