તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભાવના:ચરોતરમાં 15મી જૂન સુધી વરસાદની વકી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે તાપમાન નીચું રહેશે

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આવી પહોંચ્યું છે. જે જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગ સુત્રોના જણાવ્યા અનુસાર આગામી 15 થી 19 જૂન દરમિયાન આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પંથકના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના પૂર્વ અધિકારી ડો. વ્યાસ પાંડે જણાવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 104 થી 106 ટકા વરસાદ પડવાની સંભાવના છે.તેમજ સાઉથ-વેસ્ટ મોન્સૂનની એક્ટિવીટી વહેલી સક્રિય થતાં ચોમાસાની ઋતુ તેની નિર્ધારીત સમય કરતાં વહેલું ગુજરાતમાં આવ્યું છે. જો કે, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર

આણંદ-ખેડા જિલ્લામાં અગામી 11 થી 14 જૂન દરમિયાન વરસાદનું આગમ થશે. જો કે, ત્યારબાદ 19 જૂન સુધી સમગ્ર પંથકમાં વાદળછાયા વાતવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની પડવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...