તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.2:ચોમાસામાં વરસાદી પાણી ભરાતા વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે, બાકરોલ વોર્ડ નંબર 2માં પાયાની સુવિધા આજે પણ લોકો વંચિત

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પુરૂષોતમનગરમાં વર્ષોથી કાંસ ખુલ્લી હોવા છતાં પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરાતી નથી. - Divya Bhaskar
પુરૂષોતમનગરમાં વર્ષોથી કાંસ ખુલ્લી હોવા છતાં પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરાતી નથી.

આણંદ નગરપાલિકાની ચૂંટણી આવતાં જ કાઉન્સિલરો પોતાના વિસ્તારના લોકો યાદ આવે છે. 5 વર્ષમાં સામુ જોતા ન હતા તે કાઉન્સિલરો અને ટિકીટ વાંચ્છુંકોએ અત્યારે ઘેર ઘેર કોઇ તકલીફ છે તેવું પુછવા માટે નીકળી પડે છે. ત્યારે આણંદ શહેરના બાકરોલ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-2ની વાત કરી તો અહીં 15 હજાર વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. તેમ છતાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી પુરૂષોતમ નગર, વૈશાલી સોસાયટી, સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગટરના અભાવે ખારકુવા ઉભરાવાની સમસ્યા વર્ષોથી સતાવી રહી છે. આ અંગે સ્થાનિકો રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું. કે કોંગ્રેસ 1 ભાજપના ત્રણ કાઉન્સિલરો હોવા છતાં વિકાસના કામો થતાં નહીં હોવાથી સ્થાનિકો પરેશાન થઇ રહ્યાં છે.

વોર્ડ નં-1ની મુખ્ય સમસ્યા પર એક નજર

 • બાકરોલના પુરૂષોતમનગરમાં વર્ષોથી ખુલ્લી ગટરના કારણે ગંદકી વધતાં ભારે દૂર્ગધ મારે છે.
 • પુરૂષોતમનગર અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી.
 • કેટલાંક વિસ્તારમાં ગટરલાઈનના ખોદકામ બાદ નવા રસ્તા બનાવવામાં આવ્યા નથી.
 • રખડતી ગાયોનો પ્રશ્ન આ વિસ્તારમાં માથાના દુઃખાવા રૂપ બની ગયો છે.
 • છેવાડાની સોસાયટીઓમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળે છ

સ્થાનિક રહિશો શું કહે છે?
પાણી નિકાલનો અભાવ

સ્વામી નારાયણ મંદિર, વૈશાલી સોસા., પુરૂષોતમ નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાેથી પાણી ભરાય છે. > ડી.જે.પટેલ, સ્થાનિક રહીશ

ખારકુવા ઉભરાય છે
ગટર લાઇન પાઇપો નાંખવામાં આવી છે. પણ જોડાણ અપાયું નથી. જેથી ઘેર ઘેર ખારકુવા હોવાથી વારંવાર ઉભરાય છે. > ગોવિંદભાઇ પટેલ, સ્થાનિક રહીશ

કાંસની સફાઈ થતી નથી
પુરૂષોતમનગર મેઇન રોડથી લઇને 2 કિમી લાંબો ખુલ્લો કાંસ આવેલ છે.તેની સફાઇ થતી નથી.તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.જેથી લોકો ત્રાસી ગયા છે. > કોકીલાબેન પરમાર, સ્થાનિક રહીશ

ગંદકીના ઠગ ખડકાય છે
અમારા વિસ્તારો હજુ કેટલીક જગ્યાએ સફાઇ થતી નથી. તેથી ગંદકીના ઠગ ખડકાઇ જતા હોય છે. તેના કારણે બિમારી વધવાની સંભાવના છે. > સુશિલાબેન મારવાડી, રહીશ બાકરોલ

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
ગટરનું કામ પૂર્ણ થશે
વોર્ડ નં -2 5 વર્ષમાં રોડ રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા આવ્યા છે.આગામી 6 માસમાં ગટરનું કામ પૂર્ણ થઇ જશે. > મીનાબેન પી પટેલ, ભાજપ કાઉન્સિલર

કામો પૂર્ણ કરાયા છે
અમારા વિસ્તારને જોડતા રસ્તા પર નવા રોડ બનાવ્યા છે. બ્લોકપેવીંગનું કામ કરાયું છે. તેમજ પાણી પુરતા પ્રમાણ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. > હેતલબેન દરજી, ભાજપ કાઉન્સિલર

વોર્ડમાં અનેક સમસ્યા છે
વરસાદી પાણીના નિકાલ, પાણી,ગટર અને રસ્તા સહિતના પ્રશ્નો વણઉકેલ્યા છે. જે બાબતે પાલિકામાં રજૂઆત વારંવાર કરવામાં આવી છે. > અલ્પેશ પઢિયાર, કોંગ્રેસ કાઉન્સિલર

​​​​​​​સંપર્ક થઈ શક્યો નથી
વોર્ડના કાઉન્સિલર કલ્પેશ જયંતિભાઇ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ છેલ્લા કેટલાંક સમયથી વિદેશમાં હોવાથી તેઓનો ટેલીફોનિક સંપર્ક થઇ શકયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો