વરસાદ:જંત્રાલમાં ગાજવીજ સાથે વરસાદઃ વૃક્ષ ધરાશયી

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે બાફ અને ઉકળાટથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે રોજ વાદળો ચઢી આવે છે પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે શનિવારે સવારથી જ આકાશમાં વાદળોએ ડેરા તંબુ નાખ્યા હતા અને બપોર બાદ બોરસદ તાલુકાના જંત્રાલમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો જેને લઇ બસ સ્ટેન્ડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા જયારે બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરના મકાન પર લીમડાનું વૃક્ષ ધરાશાઈ થઇ ગયો હતો. જો કે આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોઈ કોઈ જાનહાની થઇ ન હતી વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...