ટ્રાફિક જામની સમસ્યા:અમીન ઓટો પાસે ઓવરબ્રિજ બનાવવા રેલવેની કામગીરી શરૂ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ-ખંભાત રેલવે લાઇન પર બીજો અોવરબ્રિજ બનશે
  • કામગીરી હાથ ધરાતાં ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઇ

આણંદ -ખંભાત રેલવે લાઇન પર આવેલ અમીન ઓટો ફાટક પાસે રેલ્વે વિભાગ દ્વારા નવો ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથધરી હતી. ત્યારે ફાટક પાસે આઠ જેટલા પહેલા તબક્કે બિમ તૈયાર કરવામા આવનાર છે. શહેરમાં બોરસદ ચોકડી પાસે ઓવરબ્રીજ કામગીરીની સાથે અમીન ઓટો ફાટક પાસે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવી રહેલ હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની શરૂ થઈ ગઈ છે. જો કે બ્રિજ બની ગયા પછી આ સમસ્યા દૂર થઈ જશે.

પ્રાપ્ત માહિતી મુજબ રેલ્વે વિભાગ દ્વારા ફાટક મુકત બનાવવા માટે આણંદ શહેરમાં બોરસદ ચોકડી, વધાસી ફાટક, અમીન ઓટો રેલ્વે ફાટક પર નવો ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે તંત્રએ અમીન ઓટો પાસેના આજુબાજુના વિસ્તારમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામા આવી હતી.હાલમાં પ઼થમ તબક્કે અમીન ઓટો રેલ્વે ફાટક પાસે આઠ જેટલા બિમ તૈયાર કરવામા આવનાર હોવાથી ખોદકામ કામગીરી હાથ ધરવામા આવી રહેલ છે.બીજી તરફ બોરસદ ચોકડી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવી રહેલ છે.

જેના કારણે અમીન ઓટો રેલ્વે ફાટક પર તંત્રએ ડાયવર્ઝન આપવામા આવેલ છે. જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે.તાજેતરમાં એલીકોન રેલ્વે ફાટક મરામતની કામગીરી હાથ ધરવામા આવનાર હોવાથી પાંચ દિવસ સુધી ફાટક બંધ રાખવામા આવ્યો હતો. જેના કારણે જીટોડીયા સહિત આજુબાજુ વિસ્તારના વાહન ચાલકો અમીન ઓટો રેલ્વે ફાટક થઈને પસાર થવાની ફરજ પડતી હતી. આમ વર્ષો બાદ શહેરમાં વધુ એક અમીન ઓટો રેલ્વે ફાટક પર નવો ઓવર બ્રીજ બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી આરંભી દીધી છે. જેના લીધે ઓવરબ્રીજ તૈયાર થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો થશે.

અન્ય સમાચારો પણ છે...