કાર્યવાહી:ઢોર પાર્ટી પર હુમલા કરનારા 4 પશુપાલકોને શોધવા દરોડા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા ઘર સહિતના સ્થળો પર તપાસ, હાથ ન લાગ્યા

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શનિવારે સવારે રખડતી ગાયોને પકડવા ગયેલી પાલિકા ટીમ પર કેટલાંક અસામાજિક પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે જણાંને શરીરે વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. દરમિયાન, આ મામલે ઓળખી કઢાયેલાં ચારેક શખસો સામે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ શહેર પોલીસે આણંદ શહેરના સાંઈબાબા મંદિર પાછળ રબારીવાસમાં રહેતાં જિજ્ઞેશ ગોવિંદ રબારી, જેરીયો રબારી, ચરણ રબારી, દેવાંગ ઉર્ફે કાળો રબારી અને એક રબારી બહેન વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે, તમામ જણાં તેમના ઘરે તાળાં મારીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસે તેમના ઘરે તપાસ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...