કામગીરી:ફાફડા-જલેબીના સ્ટોલ પર દરોડા 12 શંકાસ્પદ નમુનાની તપાસ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

દશેરા તહેવાર પર્વે આણંદ શહેર સહિત જિલ્લામાં ફાફડા જલેબીની હાટ઼ડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે ભેળસેળયુકત ખાદ્યપદાર્થનું વેચાણ અટકાવવાના ભાગરૂપે આણંદ ફૂડ વિભાગે આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવમાં દરોડા પાડી 60 એકમોમાં ચેકીંગ કર્યુ હતું. જેમાંથી ફાફડા, જલેબી અને બેસનના 12 જેટલા શંકાસ્પદ નમુના લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ટીપીસી મશીનથી ખાદ્યતેલની ગુણવત્તાની પણ ચકાસણી કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દશેરા તહેવાર પર્વે આણંદ શહેરમાં ફાયર બ્રિગેડ પાસે, 100 ફૂટ રોડ, લોટીયાભાગોળ વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, જૂના ચાર રસ્તા સહિત બોરસદ, પેટલાદ, આંકલાવમાં 300 ઉપરાંત ફાફડા - જલેબીની હાટડીઓ શરૂ થઇ ગઇ છે.

આ અંગે આણંદ જિલ્લા ફૂડ અેન્ડ ડ્રગ્સ વિભાગના સત્તાવાર સુૂત્રોએ જણાવ્યું હતું કે, ફાફડા જલેબી બેસન સહિત ખાદ્યપદાર્થમાં થતી ભેળસેળ અટકાવવા અને આરોગ્ય સામે ચેડાં થાય નહીં તેવા હેતું થી બે ટીમો બનાવીને ચેકીંગ કરાયું હતું. પ્રાથમિક રીતે 60 જેટલા એકમોમાં ચેકીંગ કરીને ફાફ઼ડા જલેબી, બેસનના 12 શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે. જેમાં લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાથી 15 દિવસે રીપોર્ટ આવ્યા બાદ કસુરવારો સામે દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...