હુકુમ:અખાદ્ય સિંગતેલ વેચનારા રાસના વેપારીને 2 વર્ષની જેલ, 31 વર્ષ પહેલાં બનેલી ઘટના સંદર્ભે ચૂકાદો

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભેળસેળયુક્ત સિંગતેલ વેચનારા રાસના વેપારીને 31 વર્ષ બાદ આણંદ જિલ્લા કોર્ટે દોષિત ઠેરાવી બે વર્ષની સાદી જેલની સજા ફટકારી છે.નડિયાદ ખાતે આવેલી મદદનીશ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમીશ્નરની કચેરીમાં ફરજ બજાવતા ફૂડ ઈન્સ્પેક્ટર રમેશભાઈ શતાભાઈ પટેલ દ્વારા વર્ષ 1991માં 11 જૂનના રોજ રાસ ખાતે રહેતા મહેશ્વરી જગદીશચંદ્રની દુકાનમાં દરોડો પાડી સિંગતેલનો 400 ગ્રામનો નમૂનો લેવામાં આવ્યો હતો.

બીજી તરફ નમૂનાને પૃથ્થકરણ માટે વડોદરા મોકલી આપ્યો હતો. જેના રિપોર્ટમાં તેલ ભેળસેળયુક્ત જણાઈ આવ્યું હતું. દરમિયાન, આ કેસ બોરસદના એડી.ચીફ જ્યુડી. મેજી. એસ. આર. મુલતાણીની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં દુકાનદાર મહેશ્વરી ગોરધનદાસને કસુરવાર ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જાે આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...