• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Quick Disposal Software For NRI Queries Will Be Prepared In Anand District, Collector Informed In The District Coordination Meeting.

કલેક્ટરની કામગીરી:આણંદના જિલ્લામાં એનઆરઆઈના પ્રશ્નોના ઝડપી નિકાલ સોફ્ટવેર તૈયાર કરાશે, જિલ્લા સંકલન બેઠકમાં કલેક્ટરે જાણકારી આપી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર દ્વારા સંકલન સમિતિમાં અધિકારીઓ માટે સુચનો માંગવામાં આવ્યાં
  • શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેવી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો

આણંદ જિલ્લાના વતની અને વિદેશમાં સ્થાયી થયેલા નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી અને સમય મર્યાદામાં ઉકેલ આવે તે માટે ખાસ સોફ્ટવેર બનાવવા કલેક્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શનિવારે યોજાયેલી સંકલન બેઠકમાં અધિકારીઓ પાસે સુચનો માંગવામાં આવ્યાં હતાં.

આણંદ જિલ્લાના નાગરિકો વિશ્વમાં ફેલાયેલ છે.તેઓની માલ મિલ્કતને લગતા અન્ય અનેક પ્રશ્ને વહીવટી વિલંબ ની અનેક ફરિયાદો ઉઠી હતી.આણંદની સંકલન બેઠકમાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર મનોજ દક્ષિણીએ ધારાસભ્યોની વિવિધ રજુઆતો સાંભળી હતી.આ બેઠકમાં કલેકટરએ જિલ્લા કક્ષાએ સરકારના વિવિધ વિભાગોની કામગીરી અંગે તેમજ યોજનાકીય વિગતોના નાગરિકોના ફીડબેક મળી રહે તે માટે સોફટવેર તૈયાર કરવમાં આવી રહ્યું હોઇ તેને લગતાં સુચના અધિકારીઓને મોકલી આપવાનું જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જિલ્લાના બિનનિવાસી ભારતીયોની સંખ્યા વધુ હોઇ એનઆરઆઇના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે તે માટે પણ સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સોફ્ટરવેરની મદદથી એનઆરઆઇના પ્રશ્નોનો તરત નિકાલ થાય તે જોવા પર ભાર મૂકયો હતો. ધારાસભ્યોના પ્રશ્નોનો સમયમર્યાદમાં હકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

આણંદમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પુનમભાઇ પરમાર, અને કાંતિભાઇ સોઢાપરમાર દ્વારા ગેરકાયદે દબાણો, આરોગ્ય, રસ્તાં, વીજળીના કામો તેમજ ધારાસભ્યની ગ્રાંટમાંથી હાથ ધરવામાં આવતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રત્યુયત્તર આપવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ પ્રત્યુત્તર પ્રતિ કલેકટર મનોજ દક્ષિણીએ તેનો હકારાત્માક ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

મહત્વનું છે કે, કલેકટરએ નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસો, સી.એમ. ડેશબોર્ડની કામગીરી, સ્વચ્છાતા અભિયાનની કામગીરી સહિત વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેવી કામગીરી કરવા પર ભાર મૂકયો હતો.ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓને સ્વાચ્છતા અભિયાન અંતર્ગત દરેક કચેરીઓને ફાઇલોનું વર્ગીકરણ કરી નકામી ફાઇલોને નાશ કરી કચેરીઓને સ્વચ્છ અને સુઘડ બનાવવા કહ્યું હતું.

આ ઉપરાંત ડાંગરના ટેકાના ભાવે ખરીદીની મુદત તેમજ ઇ-શ્રમ યોજના હેઠળ અસંગઠિત કામદારોની ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી તાત્કાલીક કરવામાં આવે તેમજ રોજગાર કચેરીના અનુબંધમ પોર્ટલ પર નોંધણી થઇ જાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

વર્ષાઋતુ દરમિયન જે રસ્તાઓ ખરાબ થઇ ગયા છે તેવા તમામ રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરી ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી કામગીરી પૂર્ણ થયે તેનો અહેવાલ મોકલી આપવા કહ્યું હતું.

ગુડ ગર્વન્સ ક્ષેત્રે આપવામાં આવેલ લક્ષ્યાંકોની ભૌતિક-નાણાંકીય સિધ્ધિ નિયત સમયમાં પૂર્ણ થઇ જાય તે જોવાનું સૂચવી નાગરિકો સાથે હકારાત્મ્કભર્યું વલણ અપનાવી તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...