તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:એસપી યુનિવર્સિટીના નિર્ણયથી 23 છાત્રોની Ph.Dની ડિગ્રી પર પ્રશ્નાર્થ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીચર્સ એસો.એ કાર્યકારી કુલસચિવને રજૂઆત કરી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી લેવાતા નિર્ણયોને પગલે હાલમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટી સાથે સંકળાયેલા 23 જેટલાં વિદ્યાર્થીઓની પીએચડીની ડિગ્રીને લઈ પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ઉપરાંત અન્ય ત્રણ મુદ્દાઓને લઈને શુક્રવારે સાંજે યુનિવર્સિટીની ટીચર્સ એસોસિયેશન (સ્પુઆટા) દ્વારા કાર્યકારી કુલસચિવને આવેદન આપ્યું હતું.

સ્પુઆટાના પ્રમુખ એચ.ડી. પટેલ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના નિર્ણયને લીધે દાવ પર લાગેલી વિદ્યાર્થીઓની ડિગ્રી સંદર્ભે યુનિવર્સિટીએ માનવતાવાદી અભિગમ રાખવો જોઈએ. યુનિવર્સિટીએ યોગ્ય નિર્ણય લઈ તેમના સંશોધન કાર્ય પૂર્ણ કરી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરવા માટેની સહાય તેમજ પ્રેરણા પૂરી પાડવી જોઈએ. અધ્યાપકોને કરાતી સજા બાબતે પણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોને મોકલવામાં આવતા પરીક્ષાની કામગીરીના પત્રો તેમજ તાત્કાલિક પ્રશ્નપત્રો કાઢવાની અને તપાસવાની કામગીરીમાં ક્યારેક માનવસહજ ભૂલો થઈ જાય.

આ બાબતે ગંભીરતાની કક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય કરવો જોઈએ. યુનિવર્સિટી દ્વારા કોઈ પણ ભૂલ માટે સમાન સજાના જ નિર્ણય લેવાતા હોય છે, જે નિંદનીય છે તથા વિનયન વિદ્યાશાખામાં ત્રણ ક્રેડિટ સ્ટ્રક્ચરને બદલે ચાર ક્રેડિટ સ્ટ્રક્ચરની માન્યતા માટે માર્ગદર્શન મેળવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...