તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Public Outcry Over Sudden Closure Of Dome Erected For Corona Testing In Anand, More Than 400 Cases Reported In The District In March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનતામાં આક્રોશ:આણંદમાં કોરોના ટેસ્ટિંગ માટે ઉભા કરેલા ડોમ અચાનક બંધ કરાતાં જનતામાં આક્રોશ, માર્ચ મહિનામાં જિલ્લામાં 400થી વધુ કેસ નોંધાયા

આણંદ14 દિવસ પહેલા
 • ડોમ અચાનક બંધ કરી દેતા નાગરિકોને પરાણે ખાનગી લેબમાં જવું પડશે
 • રેપીડ ટેસ્ટના થતા દુરુપયોગને પગલે ડોમ બંધ કરવાનો નિર્ણય લેવાયો: જિલ્લા આરોગ્ય અધિકારી

આણંદમાં કોરોના વધતા કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા બિહામણું સ્વરૂપ લઈ શકે છે. માર્ચમાં આણંદ જિલ્લામાં 400થી વધુ કેસ નોંધાયા છે અને શંકાસ્પદ કોરોનામાં મૃતકોનો આંકડો પણ નાગરિકોમાં ફફડાટ વધારે તેવો છે. જ્યારે આણંદમાં કોરોના ટેસ્ટિંગ માટે ઉભા કરેલા ડોમ અચાનક બંધ કરાતાં જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આણંદમાં રેપીડ ટેસ્ટ કરવા માટેના ડોમ અચાનક બંધ થતાં નગરજનોમાં આક્રોશ વ્યાપ્યો છે. નગર અને જિલ્લામાં વધતા કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને શંકાસ્પદ કોરોનામાં થતા મૃત્યુના આંકડા કોરોનાની ભયાવહ સ્થિતિ ઉજાગર કરી રહ્યા છે. આવી ગંભીર મહામારીની પરિસ્થિતિમાં જનતાના આરોગ્યની કાળજી અને તકેદારીની જવાબદારી નિભાવતું આરોગ્ય તંત્ર તદ્દન બિનસંવેદનશીલ અને નિષ્ક્રિય ભાસી રહ્યુ છે.

નગરમાં રેપીડ ટેસ્ટ માટે ઉભા કરાયેલ ડોમ અચાનક બંધ કરી દેતા કોરોના સંક્રમણના લક્ષણો ધરાવતા નાગરિકોને પરાણે ખાનગી લેબમાં તપાસ માટે જવું પડશે અને નાહકનો મોટા ખર્ચમાં પીડાવું પડશે. આણંદ જનરલ હોસ્પિટલમાં પણ રેપીડ ટેસ્ટના રૂમ ખાલી ખમ નજરે ચઢી રહ્યા હતા. વળી ગરીબ પ્રજા ખાનગી લેબના ખર્ચ ન વેઠી શકે તો ઘરેલુ ઉપચારો કરી ઉંટવૈદું કરી જીવનું જોખમ ઉભું કરશે.

જનરલ હોસ્પિટલમાં પણ રેપીડ ટેસ્ટ બંધ કરાયા અને રેપીડ ટેસ્ટ લેબમાં હાજર કર્મચારીઓ ગોળ ગોળ જવાબ વાળી કારણ જણાવવાથી ડર અનુભવતા હોવાનું જણાઈ રહ્યુ છે. મહત્વનું છે કે, આ વિકટ સમસ્યા, વહીવટી નિષ્ક્રિયતા બાબતે રાજકીય આગેવાનો પણ મૌન સેવી જનતાની જાહેર જવાબદારીથી મોં ફેરવી રહ્યા નું જણાઈ રહ્યુ છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી.છારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના ભય કારણે નાગરિકો અકારણ ટેસ્ટ કરાવવા લાગી ગયા હતા. વળી કેટલાક નાગરિકો એક ડોમ ઉપર ટેસ્ટ કરાવે બાદ અન્ય ડોમ ઉપર પણ કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તમામ જાહેર રેપીડ ટેસ્ટ બંધ કર્યા છે. હવે ડોકટર્સની તપાસ બાદ ડોકટર્સના કહેવા અનુસાર ટેસ્ટ થશે. જેથી રેપીડ ટેસ્ટ કીટનો બિનજરૂરી દુરુપયોગ બચાવી શકાશે. જિલ્લા આરોગ્ય તંત્ર જનતાના આરોગ્ય સંભાળ માટે સક્ષમ અને પૂર્ણ સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો