તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનતા કરફ્યુ:આણંદમાં બોરસદ નગરપાલિકા વિસ્તારમાં જનતા કરફ્યુ, કોરોનાના ભય હેઠળ બજારો સજ્જડ બંધ

આણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં પાંચ ગ્રામ પંચાયત અને એક નગરપાલિકામાં સ્વૈચ્છિક લોકડાઉન
 • બોરસદ નગરપાલિકા તંત્ર દ્વારા કોરોનાને નાથવા ચોતરફી કવાયત હાથ ધરાવામાં આવી

આણંદ જિલ્લામાં કોરોના કિલ્લેબંધી કરી રહ્યો છે. ગામે ગામ અને નગરે નગરે સંક્રમિતોની વધતી સંખ્યા જનમાનસમાં ફફડાટ ઉભો કરી રહી છે. હાલની પરિસ્થિતિ અને ઈકોનોમિકલ અસરને લઈ સરકારી તંત્ર લોકડાઉન અને જનતા કરફ્યુનો નિર્ણય લઈ શકતી નથી. આરોગ્ય તંત્ર વેક્સિનેશનના પોગ્રામને અસરકારક સિધ્ધ કરી કોરોના અટકાવવા જહેમત કરી રહ્યું છે.

બોરસદ નગરપાલિકા દવા છંટકાવ, વેક્સિનેશન, માસ્ક વિતરણ અને જનતા કરફ્યુ સહિતના ઉપાય અજમાવી શહેરમાં કોરોના સંક્રમણ નાથવા સખ્ત પ્રયત્ન કરી રહી છે. આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની વિસ્તરતી અને વિકરાળ બનતી સ્થિતિમાં આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે બોરસદ નગરપાલિકા દ્વારા રવિવારે આખા દિવસનો જનતા કરફ્યુ જાહેર કર્યો હતો. નગરપાલિકા પ્રમુખ આરતી પટેલની આગેવાનીમાં લેવાયેલ નિર્ણયની અસર બોરસદ નગરપાલિકા વિસ્તારમાં બજારોએ સજ્જડ બંધ રાખી કોરોના સામે લડાઈની નગરપાલિકા તંત્રની અપીલને મહત્વપૂર્ણ સહકાર આપ્યો છે.

મહત્વનું છે કે 70 હજારથી વધુ વસ્તી ધરાવતું બોરસદ શહેર તાલુકાનું વડુ મથક છે. અહીં રોજના હજારો નાગરિકોની અવરજવર રહે છે. સરકારી ચોપડે કોરોનાના કેસ નહિવત છે. જ્યારે શંકાસ્પદ કોરોના કેસનો અહીં રાફડો ફાટયા હોવાની સ્થિતિએ નગરપાલિકા અને સંબધિત તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. જેને લઈ બોરસદ નગરપાલિકાએ સાર્વજનિક બેઠક બોલાવી દૈનિક રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યુ જાહેર કર્યો છે. તેમજ રવિવારે સવારે 7 થી 9 બે કલાક જ દુકાનો ખુલ્લી રાખવા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો છે. જોકે દૂધ, શાકભાજી અને મેડિકલ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા જણાવાયું હતું.

આજે રવિવારે બોરસદની પ્રજા અને વેપારીઓએ કોરોના સામેની લડાઈમાં સજ્જડ બંધ રાખી જનતા કરફ્યુને સફળ બનાવ્યો છે. નગરમાં ચોતરફ સન્નાટો જોવા મળી રહ્યો છે. નાગરિકોની અવરજવરથી ધમધમતા બજારોમાં સુનકાર જણાઈ રહ્યો છે. ગલી ગુંચીઓમાં પણ લોકટોળા નજરે ચઢ્યા નથી. જનપરિવારોએ પણ જનતા કરફ્યુ પોતાના જ આરોગ્યહિતમાં હોવાનું સમજી જનતા કરફ્યુના નિયમોનું પાલન કરેલ જણાયું છે. કોરોનાની ગંભીરતા નહિ સમજતા અને નગરમાં માસ્ક વિના ફરતા નગરના ફેરિયા અને દુકાનદારો તેમજ ગ્રાહકો, વાહનચાલકો અને નાગરિકોને બોરસદ પાલિકા અને સેવાભાવી સંગઠનો દ્વારા મોટા પ્રમાણમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

બોરસદ નગરપાલિકા મચ્છરો ઉપદ્રવ વધતા વાઈરલ ફીવરના કેસ પણ જણાઈ રહ્યા હોઈ નગરપાલિકા દ્વારા બોરસદ નગરપાલિકાથી જનતા બજારમાં, સોમનાથ સોસાયટી, ટાઉન હોલ, મોટી ગોલવાડ, દલવાડી વાડો, સત કેવલ મંદિર, પુરુષોત્તમ નગર, હરિ ઓમ નગર, ભીડી બજારથી લક્ષ્મીનારાયણ, લીમડી ચોક, ટાવર રોડથી, બળીયાદેવ, આઝાદ પોડ, ગાંધી ગંજ, રામનાથ સોસાયટીને ગરાસિયા વાડ સહિત શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છરની દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો