તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ કરવા જતાં ફસાયા:આણંદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને MSPનો અર્થ ખબર ન હતી, હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા

આણંદ4 મહિનો પહેલા
આણંદ જિલ્લા પ્રમુખ MSPના અર્થ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા - Divya Bhaskar
આણંદ જિલ્લા પ્રમુખ MSPના અર્થ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા
 • એક કોંગી કાર્યકરે ગૂગલ સર્ચ કરી MSPનો મૂળ અર્થ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જણાવ્યો

ગુજરાત કોંગ્રેસ દ્વારા કૃષિ વિરોધી કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે આ દરમિયાન પત્રકારો દ્વારા કોંગ્રેસ જિલ્લા પ્રમુખને MSPનો મૂળ અર્થ પૂછ્યો હતો. જોકે જિલ્લા પ્રમુખને તેની ખબર ન રહેતા કાર્યક્રમ વચ્ચે તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા હતા. જોકે એ જ સમયે એક કોંગી કાર્યકરે ગૂગલ સર્ચ કરી MSP(મિનિમમ સેલિંગ પ્રાઇઝ)નો મૂળ અર્થ જણાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની શાખ સાચવી લીધી હતી.

કોંગ્રેસના અગ્રણી આગેવાનોની અટકાયત કરવામાં આવી
કોંગ્રેસના અગ્રણી આગેવાનોની અટકાયત કરવામાં આવી

ધારાસભ્યો અને આગેવાનોની અટકાયત કરી
દિલ્હી માં ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં આણંદ અમૂલ ડેરી પાસે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે બાદ કોંગી આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલા આવેદનપત્ર પણ કલેકટરને સુપ્રત કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ સહિત શહેર અને જિલ્લાના અગ્રણી હોદ્દેદારો અને આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ આંદોલન વેગ ન પકડે તે માટે આણંદ પોલીસ દ્વારા ધરણા પ્રદર્શન સ્થળેથી જ પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ અને અન્ય અગ્રણી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અવગણના કરવામાં આવી
વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અવગણના કરવામાં આવી

આગેવાનોની અટકાયત છતાં કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા
મહત્વનું છે કે કોંગ્રેસે આવેદનપત્ર આપવા અચૂક રણનીતિ અપનાવી હોઈ ધરણા સ્થળેથી ધારાસભ્ય અને અગ્રણી આગેવાનોની અટકાયત થવા છતાં કોંગી આગેવાનો કલેકટર કચેરી પહોંચી ખેડૂત સમર્થનમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું. દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસે યોજેલા કાર્યક્રમમાં કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા કોવિડ નિયમોનો જાહેરભંગ કરાયો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોની ધરાર અવગણના કરી રાજકીય નારા અને નિવેદનબાજીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો