રજુઆત સાથે માંગ:આણંદમાં ફુટવેરની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 ટકાને બદલે 5 ટકા જીએસટી રાખવાની માંગ કરાઈ

સરકારે કાપડ પરનો 7 ટકા જીએસટી વધારો હાલ પુરતો મોકૂફ રાખ્યો છે પરંતુ ફૂટવેરમાં યથાવત રાખ્યો હોવાથી આણંદ શહેર સહિત જીલ્લામાં ફૂટવેર એસોસિએશનને જીએસટી 5 ટકા રાખવાની માંગ સાથે દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બાબતે આણંદ -ખેડા જીલ્લાના વેપારીઓએ નડીયાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત સાથે માંગ કરી છે.

આણંદ ફુટવેર એસોસિએશન પ્રમુખ રોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આણંદ શહેર સહિત જીલ્લાભરમાં 100થી વધુ ફૂટવેરની દુકાનો આવેલી છે. સરકારે કાપડ અને પગરખા પરનો 5 ટકા જીએસટી વધારીને 12 ટકા કર્યો હતો. પરંતુ કાપડના વેપારીઓએ વિરોધ કરાતા સરકારે 7 ટકા જીએસટી હાલ પુરતો મોકૂફ રાખી 5 ટકા જીએસટી દર યથાવત રાખ્યો છે ત્યારે પગરખા વેચાણમાં એક હજાર સામે પહેલા 5 ટકા જીએસટી દર હતો.

જેે સીધો વધારીને 12 ટકા કરી દેવામા આવ્યો હોવાથી ગરીબ પ્રજાને પગરખા પહેરવા પણ પરવડશે નહીં. આમ 12 ટકા જીએસટીના બદલે 5 ટકા રાખવાની માંગ સાથે આણંદ અને વિધાનગર સહિત જીલ્લાના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...