વીજ કચેરીએ હોબાળો મચાવ્યો:ફાગણી ગામે ભરવાડવાસમાં વીજ કનેકશન આપતા વિરોધ

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચર જમીનમાં પંચાયતની પરવાનગી સિવાય વીજ કંપનીએ કામગીરી શરૂ કરી

પેટલાદ તાલુકાના ફાગણી ગામે આવેલા ભરવાડવાસમાં વીજ કનેકશન આપવાની કામગીરીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.આ સંદર્ભે સરપંચે તાત્કાલિક ગ્રામજનો સભા યોજના માગણી કરી હતી.એમજીવીસીએલ દ્વારા ભરવાડવાસમાં વીજળી કનેકશનની કામગીરી શરૂ થતાં ગ્રામલોકો અને આગેવાનોનું ટોળું પેટલાદ એમજીવીસીએલ કચેરીએ પહોંચી હોબાળા સાથે વિરોધ કર્યો હતો.

ફાગણી ગામે ગામની ગૌચર જમીનમાં પંચાયતની પરવાનગી વગર જીઈબી તરફથી સરકારી જમીન પર બિન કાયદેસર અને પંચાયત દફતરે કોઇ તેનો આધાર પુરાવો નથી કે અકારણી નથી. તેમ છતાં જીઇબીના એન્જિનીયર તરફથી ભરવાડવાસમાં વીજ જોડાણ તાત્કાલિક ધોરણે જીઈબીના અંદાજીત 15થી 20 કર્મચારી તેમજ માણસો દ્વારા પંચાયતના સભ્યો, સરપંચ કે કોઇ ગામવાળા લોકોની પરવાનગી વગર કામગીરી શરૂ કરતા ગ્રામલોકોનું ટોળું એમજીવીસીએલ પહોંચી હોબાળો મચાવ્યો હતો.

આ બાબતે જીઈબીને લેખીતમાં પંચાયત તરફથી સરપંચે માગણી કરી હતી કે, જો આ વિસ્તારમાં વીજ જોડાણ આપવાનું હોય તો ગ્રામ પંચાયતને ઉપરી અધિાકરી જ્યારે પણ ગ્રામસભા ભરાય તેમાં આ બાબતે જે કોઇ નિર્ણય આવે ત્યાર પછી જ કાર્યવાહી કરવી અને ગ્રામસભા ભરવી જરૂરી છે. બાદમાં જ જીઇબીના લગત અધિકારી સચિવ તેમજ કોઇ સરકારના પદાધિકારીનું દબાણ હોય તો પણ ગ્રામસભા ભર્યા પછી જ આ બાબતે નિર્ણય લઇ કાર્યવાહી કરવી. તેમ છતાં સરપંચને પણ જાણ કર્યા સિવાય પોતાની મરજી પ્રમાણે વિજ જોડાણ આપી દીધું છે. તો આ બાબતનો પરિપત્ર કે કોઇ લખાણની માગણી કરી હતી.

લાગણી માગણી કરનારાની આકરણી થઇ નથી
ફાગણી ગામની 13મી નવેમ્બર,19ની ગ્રામસભામાં પણ ભરવાડ સમાજના લોકોએ જુદા જુદા નિયમો ટાંકીને ઠરાવ કર્યો હતો. આ લોકોએ લાઇટ માટે માગણી કરી છે. તેમની એક પણ વ્યક્તિની પંચાયત દફતરે આકારણી અને ઘર નંબર પણ નથી. તેઓને જે આધારકાર્ડ અગાઉ બહુ વર્ષો પહેલા જે કંઇ કાર્યવાહી કરી કાઢી આપ્યાં છે. ઘર નંબર પણ ખોટા આપેલા છે.

અન્ય સમાચારો પણ છે...