સ્વામિત્વ યોજના હેઠળ:આણંદ જિલ્લાના મિલ્કતધારકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીકાર્ડ મળશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પ્રથમ તબક્કામાં ઉમરેઠ તાલુકાના 15 ગામોમાં ડ્રોન માપણી કામનો આગામી 16મીથી પ્રારંભ થશે
  • ગામના રસ્તાઓનું તથા મિલ્કતોનું સીમાંકન તૈયાર કરીને ડિજીટલ નકશો તૈયાર કરાશે : વિવાદનો પ્રશ્ન હલ થશે, કોર્ટમાં દિવાની કેસોનું પ્રમાણ ઓછું થશે

સ્વામિત્વ યોજના હેઠળ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારના મિલ્કતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે. જેમાં ડ્રોનથી સર્વે કરીને ગામના રસ્તાઓ તથા મિલકતોનંુ સીમાંકન કરીને હદ નક્કી કરવા માટે ચુના માર્કીંગ કરવામાં આવશે. તેમજ ગામનો ડિજીટલ નકશો તૈયાર કરાશે. સાથે સાથે ધારકને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે. જેમાં તેની પ્રોપર્ટીના વર્ણન સહિત વારસાઈ વગેરેનો સમાવેશ હોવાથી સાંપતિના ફ્રોડના બનાવો ઘટશે.

તેમજ સરકારે જે તે ગામના ડિજીટલ નકશા પ્રમાણે ગામની જરૂરીયાત મુજબ આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,રસ્તાઓ, પાણી અને ગટર યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ લાગુ કરવામાં સરળતા રહેશે. કોઇ પણ યોજના લાગુ કરતાં પહેલા ગામના નકશાના આધારે પ્લાન તૈયાર કરાશે.જેથી ખરેખર ગ્રામજનોને ઉપોયગી બનશે. સરકારને પ્રોપર્ટી ટેકસ વસુલવા માટે તેમજ સ્ટેમ્પ ડયુટીની વસુલાત માટે ઉપયોગી બનશે.

આણંદ જિલ્લામાં 351 ગામોના 5 લાખથી વધુ મિલ્કતધારકોને સ્વામિત્વ યોજના હેઠળ આવરી લઇને પ્રોપર્ટીકાર્ટ આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાના 15 ગામોમાં આગામી 16મી નવેમ્બરથી કરવામાં આવનાર છે. જેમાં 5 હજારથી વધુ પ્રોપર્ટીનો સર્વે કરીને ડીજીટલ નકશો તૈયાર કરાશે, સ્વામિત્વ યોજનામાં પ્રાથમિક તબક્કે જિલ્લાના હેડકવાર્ટરના તાલુકાના ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે.

ગામમાં ચુનાની બાઉન્ડ્રી લગાવીને ડ્રોન ફોટો લઇને ડિજીટલ નકશો તૈયાર કરાશે
ડ્રોન દ્વારા માપણી માટે રસ્તાઓ,મિલકતો તથા ગામતળની ફરતે પંચાયત દ્વારા ચુનાની બાઉન્ડ્રી કર્યા બાદ ડ્રોન દ્વારા ઉંચાઇ પરથી સ્થળ સ્થિતી મુજબનો ફોટો મેળવીને પ્રોસેસીંગ કરીને તેના આધારે ગામતળનો નકશો તૈયાર કરાશે ,તે અગાઉ ગામને જોડતા મુખ્ય રસ્તાઓ સહિત નાના મોટા તમામ રસ્તાઓ સીમ વિસ્તારના રસ્તાઓ, ગામની સરકારીને ખાનગી મિલકતોની ચુના બાઉન્ડ્રી લગાવીને ડ્રોન દ્વારા ડીજીટલ નકશો તૈયાર કરાશે.

પ્રિ-સરવેની કામગીરી કેવી રીતે કરાશે
સ્વામિત્વ યોજના અન્વયે માપણી કામગીરી સબબ સૌ પ્રથમ CORS સ્ટેશનોની સ્થાપનાકરવામાં આવશે.જે ડ્રોન સરવેથી ચોકસાઇપૂર્વક માપણી કરવા માટે સતત સેટેલાઇટ નેટવર્ક પુરૂ પાડવામાં આવશે.તેમજ આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવેલા વિસ્તારનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. પંચાયત કચેરીઓ, તલાટીઓએ ઘરવેરા રજીસ્ટર, ગામ નમુના નં 2 રજીસ્ટર, ભાડાપટ્ટા રજીસ્ટર,વાડા રજીસ્ટર તથા અન્ય વેરા રજીસ્ટર અદ્યતન કરવાના રહેશે,તલાટી અને સરવેયરે સાથે મળીને કેએમએલ ફાઇલ તૈયાર કરવાની રહેશે.

પ્રોપર્ટીકાર્ડના ફાયદા
ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાનને લાગુ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના અદ્યતન નકશા મળી રહેશે. પ્રોપર્ટી ટેકસ કે સ્ટેમ્પ ડયુટી વસુલાતમાં સરળતા રહેશે. તેમજ પ્રોપર્ટીના વિવાદને લગતા દિવાની કેસોનો કોર્ટમાં ઘટાડો થશે. જયારે મિલ્કતધારક કે સામાન્ય જનતાને બેન્કમાંથી સરળતાથી લોન મેળવી શકશે

અન્ય સમાચારો પણ છે...