મન્ડે પોઝિટિવ:ચરોતરના 750ગામના મિલકત ધારકોને ડ્રોનથી માપણી કરીને પ્રોપર્ટીકાર્ડ અપાશે

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ તાલુકના 15 ગામમાં ડ્રોનથી સર્વેની કામગીરી પૂર્ણ,1000 મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાયા

આણંદ -ખેડા જિલ્લામાં જમીન સહિત કોઇ પણ પ્રકારની મિલકત ધરાવતા મિલકત ધારકોને કાયમી વિવાદનો સુખદ અંત આવે તેમજ મિલકતના વિવાદી પ્રશ્નોનું ઝડપથી કાયમી નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ -ખેડા જિલ્લાના 750 ગામોમાં ડ્રોનથી સર્વે કરીને દરેક ગામમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાનો નિર્ણય લીધો છે.

જે અંતર્ગત ઉમરેઠ તાલુકના 15 ગામો ડ્રોનથી સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. 1000 મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યાં છે. ત્યારે આગામી દિવસો 236 જેટલા ગામો ડ્રોનથી સર્વેની કામગીરી હાથ ધરવામાંઆવશે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 15 ગામોમાં ડ્રોનથી સર્વે કરીને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં પેટલાદના ગામો અને ત્યારબાદ તબક્કાવાર અન્ય તાલુકામાં ડ્રોનથી માપણી કરીને સર્વેની કામગીરી હાથ ધરાશે. જેને લઇને ખેડૂતો વિવાદી પ્રશ્નો અંત આવશે.

રેર્કોડ ઓફ રાઇટસમાં સમાવેશ કરી કાર્ડ અપાશે
આણંદ જિલ્લા લેન્ડ એન્ડ રેકોર્ડ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતો માપણી કરી રેકોર્ડ ઓફ રાઇડસમાં સમાવિષ્ટ કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જેથી તેમને લીગલ રાઇટસ મળે તથા મિલકત ઘારક તેમની મિલકત પર નાંણાકિય લોન, ધિરાણ મેળવી શકે તથા ગ્રામીણ વિસ્તારના લોકોને આર્થિક સંપતિ તરીકે મિલકતોનો લાભ મળશે. ગામના સંપતિ વિવાદ અને કાનૂની કેસોમાં ઘટાડો થશે.

તંત્રને આકરણી કરવામાં સરળતા રહેશે
આણંદ ખેડા જિલ્લાના ગામડાનાલોકો ખાસ કરીને ગામતળની જમીનને લઇને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.નિયમ અનુસાર ગામમાં દર 4 વર્ષે જમીનની આકરણી કરવાની હોય છે. પરંતુ મોટાભાગના ગામોમાં વર્ષોથી આકારણી કરવામાં આવી નથી. આ તમામ સમસ્યાના અંત માટે સરકારે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે

અન્ય સમાચારો પણ છે...